ICC T20 Players rankings/ કેએલ રાહુલ અને વિરાટ કોહલી IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી, ટોપ-10માં સામેલ

આ સાથે જ પાકિસ્તાનનો શાહીન આફ્રિરી પણ T20ના ટોપ-10 બોલરોની યાદીમાં સામેલ થઈ ગયો છે. તેને ઓસ્ટ્રેલિયા સામેની એકમાત્ર T20માં 2 વિકેટ…

Top Stories Sports
KL Rahul and Virat Kohli are the most expensive players in IPL history

વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામે સતત બે T20 સિરીઝ જીતવા છતાં ભારતીય ખેલાડીઓ ICC T20 રેન્કિંગમાં ગાયબ છે. ટોપ-10 બેટ્સમેન, બોલરો અને ઓલરાઉન્ડરોની યાદીમાં કેએલ રાહુલ એકમાત્ર ભારતીય છે. કેએલ રાહુલ બેટ્સમેનોની ચાલી રહેલી T20 રેન્કિંગમાં 10મા સ્થાને છે. તેના ખાતામાં 646 રેટિંગ પોઈન્ટ છે. પરંતુ ટોપ 10 બોલર અને ઓલરાઉન્ડરમાં એક પણ ભારતીય નથી. ભુવનેશ્વર કુમાર 18મા સ્થાને ભારતનો સર્વોચ્ચ ક્રમાંકિત T20I બોલર છે, જ્યારે ઓલરાઉન્ડરની યાદીમાં કોઈ ભારતીય ટોપ 20માં પણ નથી. બેટ્સમેનોની રેન્કિંગમાં રોહિત શર્મા 14માં અને વિરાટ કોહલી 16માં સ્થાને છે.

પાકિસ્તાનનો બાબર આઝમ 818 રેટિંગ પોઈન્ટ સાથે T20નો નંબર-1 બેટ્સમેન છે.  તેને તાજેતરમાં માર્ચ મહિના માટે ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. સાઉથ આફ્રિકાનો એડન માર્કરામ બીજા નંબરે અને પાકિસ્તાનનો વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન ત્રીજા નંબરે છે.  રિઝવાનને ગયા વર્ષે ટી20 પ્લેયર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો હતો.

આ સાથે જ પાકિસ્તાનનો શાહીન આફ્રિરી પણ T20ના ટોપ-10 બોલરોની યાદીમાં સામેલ થઈ ગયો છે. તેને ઓસ્ટ્રેલિયા સામેની એકમાત્ર T20માં 2 વિકેટ લેવાનો ફાયદો મળ્યો છે અને તે 10માં સ્થાને પહોંચી ગયો છે. આફ્રિદીને ગયા વર્ષે ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકાનો તબરેઝ શમ્સી T20માં નંબર 1 બોલર છે. ઓસ્ટ્રેલિયાનો જોશ હેઝલવુડ ત્રીજા અને એડમ ઝમ્પા ચોથા સ્થાન પર છે.

નામિબિયાનો જેજે સ્મિત ટોપ-5 ઓલરાઉન્ડરમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.  તાજેતરમાં યુગાન્ડા સામેની મેચમાં તેણે 35 બોલમાં 71 રન અને 10 રનમાં 6 વિકેટ ઝડપી હતી.  જેમાં હેટ્રિક પણ સામેલ હતી.

આ પણ વાંચો: માર્ચમાં છૂટક ફુગાવો 6.95 ટકાના દરે વધ્યો, આરોગ્ય માટે મોટું જોખમ ઊભું કરી શકે છે..!

આ પણ વાંચો:  T-20 ક્રિકેટમાં અકલ્પીય ચમત્કાર,છ બોલમાં છ વિકેટ પડી,જાણો વિગત

આ પણ વાંચો: MI vs PBKS: પ્રથમ જીત માટે મુંબઈની ટીમમાં થશે મોટા ફેરફાર, આવી હશે પ્લેઈંગ ઈલેવન