Prophet row/ સુ્પીમ કાર્ટે નુપુર શર્માને લગાવી ફટકાર,પયગંબર વિશે વિવાદાસ્પદ નિવેદન માટે દેશની માફી માંગો,ઉદયપુર હત્યાકાંડ માટે બયાન જવાબદાર!

નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમણે માગણી કરી છે કે તેની સામે જુદા જુદા રાજ્યોમાં નોંધાયેલા તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવે.

Top Stories India

નૂપુર શર્માને પયગંબર પરના વિવાદાસ્પદ નિવેદન બદલ સુપ્રીમ કોર્ટે સખત ઠપકો આપ્યો છે. કોર્ટે તેમને દેશની માફી માંગવા કહ્યું છે. વાસ્તવમાં ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમણે માગણી કરી છે કે તેની સામે જુદા જુદા રાજ્યોમાં નોંધાયેલા તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવે.

આ કોર્ટે કહ્યું કે તેમણે ટીવી પર દેશની માફી માંગવી જોઈએ અને પોતાનું નિવેદન પાછું લેવું જોઈએ. નુપુર શર્મા વિરુદ્ધ દિલ્હી, કોલકાતા, બિહારથી લઈને પુણે સુધી ઘણા કેસ નોંધાયેલા છે. અરજીમાં નૂપુરે કહ્યું હતું કે તેને સતત અલગ-અલગ રાજ્યોમાંથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

નુપુર શર્મા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે કોર્ટને કહ્યું કે તેમણે નિવેદન માટે માફી માંગી છે અને તેને પાછું ખેંચી લીધું છે. તેના પર કોર્ટે કહ્યું- તેમણે ટીવી પર જઈને દેશની માફી માંગવી જોઈતી હતી. કોર્ટનું કહેવું છે કે ઉદયપુરની દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે તેમનું નિવેદન જવાબદાર છે.