સુરત હનીટ્રેપ કેસ/ મારી ઈજ્જતના કારણે હું બોલી શક્યો નથી, મને બચાવો : સજેશન બોક્સ દ્વારા પોલીસે કરી મદદ

હનીટ્રેપ સુરત કેસમાં સજેશન બોક્સમાં પોતાની ફરિયાદ મૂકી હતી પોલીસે સજેશન બોક્ષ ના આધારે ફરિયાદી નો સંપર્ક કરી સમગ્ર મામલાનો થયો હતો ભાડા ફોડ

Top Stories Surat
હનીટેપ સુરત

સુરતમાં ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસ દ્વારા સજેશન બોક્ષ મુકવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેનો આજે યોગ્ય ઉપયોગ થયો છે. સુરતના એક નાગરિકે સજેશન બોક્સમાં તેઓ હનીટ્રેપ માં ફસાયા હોવાની જાણ કરી અને પોલીસે તેને હનીટ્રેપ માંથી બચાવ્યા.  ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મૂકવામાં આવેલા સજેશન બોક્ષમાં એક સિનિયર સિટિઝન દ્વારા પોતાની સાથે બનેલી ઘટનાની ફરિયાદ નાખવામાં આવી હતી. આ સજેશન બોક્ષ ના આધારે પોલીસે ફરિયાદ કરનારનો સંપર્ક કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરતાં આ સિનિયર સિટીઝન કાપડ વેપારીને હનીટ્રેપ નો  શિકાર બન્યા હતા. પોલીસે તપાસ દરમિયાન આ ગેંગના એક સાગરીતને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત પોલીસ દ્વારા સુરતમાં ગુનાખોરી ડામવા અને સરળતાથી ગુના ઉકેલવા સાથે લોકોને ઝડપથી ન્યાય મળે તે માટે સુરત પોલીસે એક નવા અભિગમ સાથે સજેશન બોક્ષ સુરતના અલગ અલગ વિસ્તારોમાં મૂકવાની શરૂઆત કરી છે. સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જોગસ પાર્ક ખાતે એક સજેશન બોક્ષ મૂકવામાં આવ્યું હતું. આ સજેશન બોક્ષ ગત 5 એપ્રિલનાં રોજ ઉમરા પોલીસે  ખોલતા જેમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી. “આ શહેરમાં મારી સાથે ખોટું થયું છે. હું એક સિનિયર સિટીઝન વ્યક્તિ છું અને કાપડના વેપારી સાથે જોડાયેલો છું. મને કાપડના ધંધાના કામથી બોલાવવામાં આવ્યો હતો. એક લેડીઝ ઘરમાં હતી પાછળથી એક પોલીસવાળા જમાદાર અને બીજા બે માણસો આવી મને ધમકાવી એ લાકોએ મારી પૈસાની માગણી કરેલ છે. મને ઇજ્જતની બીક છે. મને મદદ કરો.” નીચે મોબાઈલ નંબર લખેલ હતો. જે નંબર પર સંપર્ક કરતા ભોગ બનનાર સિનિયર સિટીઝન હોય અને સમાજમાં પોતાની બદનામી થવાના કે પોલીસ મથેક આવેલ ન હોય અને સજેશન બોક્સનો ઉપયોગ કરેલાનું ધ્યાન પર આવેલ. પોલીસે તાત્કાલિક સિનિયર સિટીઝન વ્યક્તિનો સંપર્ક કરી તેમને વિશ્વાસમાં લીધો હતો ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યો હતો અને તેની સાથે બનેલી ઘટનાની સંપૂર્ણ જાણકારી મેળવી હતી. ત્યારબાદ પોલીસે આ સિનિયર સિટીઝનને સાથે રાખી તેની સાથે બનેલી ઘટનાની જગ્યા પર લઈ જઈને તપાસ શરૂ કરી હતી. વેપારી સાથે બનેલી જગ્યા ઉપર પોલીસ સાથે પોતાના એક વ્યક્તિ ત્યાં હાજર મળી આવતા પોલીસે તેની અટકાયત કરી હતી. પકડાયેલ ઇસમને પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રોહિત પટેલ હોવાનું પોલીસને જાણકારી આપી હતી.

મળતી વિગત અનુસાર પ્રયુક્તિથી પુછપરછ કરતા તેને પોતાનું સાચું નામ જીજ્ઞેશ જીવાવીયા હોવાનું જણાવેલ અને ફરિયાદમાં જણાવેલ અન્ય ઇસમો પુછપરછ કરતા યુનીફોર્મ પહેરેલ ઇસમ જપેરાભાઇ લાધુભાઇ યાદવ આહિર ) નોકરી પોલીસ મુખ્ય મથક સુરન શહેર તથા દેવાભાઇ જોષી હોવાનું જણાવેલ. જેઓ હાલમાં પકડાયેલ જેથી પોલીસે આ મામલે આજે દ્વારા સિનિયર સિટીઝન કાપડ વેપારી સાથે હનીટ્રેપ કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતા પોલીસે ગુનો દાખલ કરી આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.