Jamnagar News : જામનગરમાં સતત બીજા દિવસે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા અદ્ભુત અને અકલ્પનીય એર શો યોજવામાં આવ્યો હતો. એકી સાથે ૯ વિમાનોએ જામનગરના આકાશમાં દિલધડક કરતબો કરી જામનગરવાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તાજેતરમાં, સૂર્યકિરણ ટીમના હોક એમકે 132 એરક્રાફ્ટમાં રંગીન ધુમાડો ઉત્પન્ન કરવામાં સક્ષમ સ્મોક પોડ્સનું ઇન્ટીગ્રેશન કરવામાં આવ્યું છે. આ એડવાન્સમેન્ટ ભારતીય વાયુસેનાના બેઝ રિપેર ડેપો, નાસિક ખાતે વિકસાવવામાં આવી હતી અને ટીમને તેમના હવાઈ પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રધ્વજના રંગો કેસરી, સફેદ અને લીલો આકાશમાં પ્રદર્શિત કરવાની મંજૂરી આપવામાં આવી છે.

આજે પ્રજાસત્તાક પર્વ નિમિતે ત્રિરંગાના 3 રંગોનું આકાશમાં પ્રદર્શન જોઈ સૌકોઈના શ્વાસ થંભી ગયા હતા. ઉપરાંત સૂર્યકિરણ ટીમના 9 હૉક Mk132 વિમાનો દ્વારા વિવિધ શ્રુંખલાઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં વિવિધતામાં એકતાની થીમ, અંગ્રેજી આલ્ફાબેટ, ડીએનએની શૃંખલા વગેરે દ્વારા સૂર્યકિરણની ટીમે જામનગરવાસીઓને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. અને સૌ કોઈ માટે આજનો પ્રજાસત્તાક પર્વ યાદગાર બનાવ્યો હતો.

આ એર શો નિહાળવા માટે જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર ઝાલા, પ્રાંત અધિકારીઓ, એરફોર્સના અધિકારીઓ તેમજ હજારોની સંખ્યામાં જામનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
@ સાગર સંઘાણી
આ પણ વાંચો: ગુજરાતના 64 વર્ષના કાકાએ આફ્રિકાનો સૌથી કઠિન શિખર પર લહેરાવ્યો તિરંગો
આ પણ વાંચો: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું રાષ્ટ્રને સંબોધન, કહ્યું- લહેરાતો તિરંગો હિંમતથી આપે છે
આ પણ વાંચો: પોરબંદરમાં મધદરિયે લહેરાયો તિરંગો ધ્વજ
