ગાંધીના ગુજરાતમાં કાગળ પર કહેવાતી દારૂ બંધીના નમૂના અવાર નવાર ખૂલે આમ જોવા મળે છે. જેમાં પરિણામ સ્વરૂપ ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણતાં 14 યુવક-યુવતીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાં 9 યુવક અને 5 યુવતીઓનો સમાવેશ થાય છે. ચીલોડાના દશેલા ગામ ખાતે આવેલા માધવ ફાર્મ હાઉસમાં આ તમામ લોકો ને દારૂની મહેફિલ માણતા ગ્રામ્ય LCB પોલીસ દ્વારા ઝડપી પડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે માધવ ફાર્મ પર રેડ કરીને આ તમામ લોકોની ધરપકડ કરી હતી. અને મોડી રાત્રે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડીકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.
ફાર્મ હાઉસના માલિકનો દીકરા કુશલ પટેલ સહિત 14ની ધરપકડ કરાઈ છે. આ તમામ એંજિનિયરિંગના તેમજ સ્નાતક કક્ષાના વિધાર્થી છે. અને મિત્રની જન્મ દિવસની પાર્ટી મનાવવા માટે ભેગા થયા હતા. મહત્વનુ છે કે પોલીસે ત્રણ બોટલ દારૂ સાથે, છ ગાડી સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
