Maharashtra News : મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત જોગેશ્વરીમાં પોલીસે 28 વર્ષની એક યુવતી સાથે અનેક વાર બળાત્કાર ગુજારવાના આરોપ હેઠળ ધરપકડ કરી છે. બાદમાં તેને ગર્ભપાત માટે મજબુર પણ કરી હતી. થાણે પોલીસે આ અંગે માહિતી આપી હતી.રાબોડી પોલીસ સ્ટેશનના એક અધિકારીના જણાવ્યા મુજબ આરોપીની ઓળખ રિયાસત ઈલિયાસ કુરેશી તરીકેની થઈ છે અને વ્યવસાયે તે દરજી છે.
વધુમાં તેમણે કહ્યું કે આરોપીએ યુવતી સાથે મિત્રતા કરી હતી અને લગ્નની લાલચ આપીને ફેબ્રુઆરી 2022 થી આ વર્ષના જાન્યુઆરી મહિના દરમિયાન તેણે અનેક વખત તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. પરંતુ આરોપીએ યુવતી સાથે લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. બાદમાં યુવતીએ આરોપી સામે ગુનો નોંધાવ્યો હતો.
આ પણ વાંચો:દિલ્હી કોચિંગ સેન્ટરમાં અચાનક પાણી પ્રવેશતા તૂટ્યો ભોંયરાનો દરવાજો ત્રણ વિદ્યાર્થીઓના થયા મોત
આ પણ વાંચો:દિલ્હીના રાજેન્દ્રનગરમાં દુર્ઘટના, વરસાદના પાણી ભરાવાથી UPSCનાં 3 આશાસ્પદ વિદ્યાર્થીઓનાં મોત

