National News/ કેન્દ્રીય કર્મચારીઓ માટે HRAના નવા નિયમો, ભૂલ કરશો તો અટકી શકે છે ભથ્થું

કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં HRA એટલે કે મકાન ભાડા ભથ્થું (House Rent Allowance) મહત્વનો હિસ્સો છે. જોકે HRA મેળવવા માટે કર્મચારીઓએ કેટલીક જરૂરી શરતો (HRA Rules)નું પાલન કરવું પડે છે

India
HRA મેળવવા માટે કર્મચારીઓએ કેટલીક જરૂરી શરતો (HRA Rules)નું પાલન કરવું પડે છે.

National News : કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં HRA એટલે કે મકાન ભાડા ભથ્થું (House Rent Allowance) મહત્વનો હિસ્સો છે. જોકે HRA મેળવવા માટે કર્મચારીઓએ કેટલીક જરૂરી શરતો (HRA Rules)નું પાલન કરવું પડે છે. ખોટી માહિતી આપવી અથવા પાત્રતામાં ફેરફાર થયા બાદ તેની જાણ ન કરવી ભારે પડી શકે છે.

HRA Rules : પ્રથમ HRA ક્લેમ વખતે Annexure-II જરૂરી

નાણા મંત્રાલયના ખર્ચ વિભાગની માર્ગદર્શિકા મુજબ, કેન્દ્રીય કર્મચારી (Central Government Employees)જ્યારે પ્રથમ વખત HRAનો દાવો (HRA Claim0કરે ત્યારે Annexure-II ફોર્મેટમાં પ્રમાણપત્ર આપવું જરૂરી છે. એક વખત HRA મંજૂર થયા બાદ દર મહિને આ પ્રમાણપત્ર આપવાની જરૂર નથી.

પરંતુ કર્મચારીની રહેઠાણની સ્થિતિમાં એવો ફેરફાર થાય કે જેનાથી HRAની પાત્રતા બદલાય, તો તેની જાણ સંબંધિત કચેરીને કરવી જરૂરી છે.

કઈ માહિતી છુપાવવી ભારે પડી શકે?

જો કર્મચારીને સરકારી આવાસ ફાળવવામાં આવે, પતિ કે પત્નીને એ જ સ્ટેશન પર સરકારી રહેઠાણ મળે અથવા પરિવારની HRA સંબંધિત સ્થિતિ બદલાય, તો તેની જાણ કરવી પડે છે.

આવી માહિતી છુપાવીને HRA લેવાનું ચાલુ રાખવામાં આવે તો વધારાની ચૂકવણીની વસૂલાત થઈ શકે છે. ખોટી માહિતી આપવાના કિસ્સામાં પણ કર્મચારી પાસેથી રકમ રિકવર થઈ શકે છે.

Annexure-IIમાં ચાર મુખ્ય ઘોષણાઓ

નવા ફોર્મમાં કર્મચારીએ મુખ્યત્વે ચાર બાબતો અંગે માહિતી આપવાની હોય છે:

  1. કર્મચારી અથવા તેનો પરિવાર પોતાનું ઘર ધરાવે છે કે ભાડાના મકાનમાં રહે છે.
  2. પરિવારનો કોઈ સભ્ય સરકારી આવાસમાં રહે છે કે નહીં.
  3. પરિવારના અન્ય કોઈ સભ્યને અન્ય સ્થળેથી HRA મળી રહ્યું છે કે નહીં.
  4. પતિ અથવા પત્નીને એ જ સ્ટેશન પર સરકારી રહેઠાણ ફાળવાયું છે કે નહીં.

નોન-ગેઝેટેડ કર્મચારીઓએ પ્રમાણપત્ર Head of Officeને, જ્યારે ગેઝેટેડ અધિકારીઓએ સંબંધિત Accounts Officerને આપવાનું હોય છે.

2022નું નવું ફોર્મેટ લાગુ

30 ડિસેમ્બર, 2022ની સંકલિત માર્ગદર્શિકા બાદ HRA માટે નવા Annexure-II ફોર્મેટનો ઉપયોગ કરવાનો છે. જૂના ફોર્મમાં માંગવામાં આવતી ઘણી વધારાની વિગતો હવે જરૂરી નથી. સાથે જ 5 માર્ચ, 2019ના નિર્દેશો મુજબ HRA ક્લેમ માટે ‘No Accommodation Certificate’ની જરૂરિયાત પણ દૂર કરવામાં આવી હતી.

DDOની પણ જવાબદારી

HRA ચૂકવતા પહેલા DDOએ કર્મચારીની પાત્રતા અને જરૂરી પ્રમાણપત્રની ચકાસણી કરવી પડે છે. પગાર બિલમાં પણ HRAની ચુકવણી નિયમો મુજબ થઈ રહી હોવાની ખાતરી કરવી જરૂરી છે.

વર્તમાન HRA દર કેટલા?

7મા પગાર પંચ (7th Pay Commission)હેઠળ હાલ શહેરની કેટેગરી પ્રમાણે HRAના દર લાગુ થાય છે:

  • X ક્લાસ શહેર: બેઝિક પગારના 30%
  • Y ક્લાસ શહેર: બેઝિક પગારના 20%
  • Z ક્લાસ શહેર: બેઝિક પગારના 10%

આથી કેન્દ્રીય કર્મચારીઓ (Central Government Employees)એ HRA ક્લેમ (HRA Claim)કરતી વખતે પોતાની રહેઠાણ અને પરિવાર સંબંધિત માહિતી સાચી રાખવી જરૂરી છે. પાત્રતામાં ફેરફાર થાય ત્યારે સમયસર કચેરીને જાણ કરવાથી ભવિષ્યમાં રિકવરી જેવી મુશ્કેલી ટાળી શકાય છે.


આ પણ વાંચો: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર; DA માં 3% નો વધારો નિશ્ચિત, વધીને 63% થશે મોંઘવારી ભથ્થું

આ પણ વાંચો: કેન્દ્રીય કર્મચારીઓની દશેરા પહેલા દિવાળી: 3% વધ્યું મોંઘવારી ભથ્થુ, પેન્શનરો માટે પણ DRમાં 3% નો વધારો પણ જાહેર

આ પણ વાંચો: UPSનું ગેઝેટ જાહેર કરાયું, 1 એપ્રિલ 2025થી સ્કીમ લાગુ થશે-લાખો કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો