નાગરિકતા સુધારો અધિનિયમ એટલે કે સીએએ અને નેશનલ સિવિલ રજિસ્ટર (એનઆરસી) ને લઈને કેન્દ્ર અને પશ્ચિમ બંગાળની સરકારોમાં ગતિરોધ ચાલુ છે. શુક્રવારે તૃણમૂલ કોંગ્રેસનાં વડા અને બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સિલિગુડીમાં એક જાહેર સભાને સંબોધન કર્યું હતું. તેમના ભાષણમાં તેમણે સીએએ-એનઆરસી ઉપર મોદી સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે લોકોને આ કાયદા સામે એક થવાની અપીલ પણ કરી છે.
પશ્ચિમ બંગાળનાં સિલિગુડીમાં સીએમ મમતા બેનર્જીએ કહ્યું હતું કે, હું રાષ્ટ્રીય રજિસ્ટર ઓફ સિટિઝન્સ અને સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટની વિરુદ્ધ લડી રહી છું. હું દરેકને વિનંતી કરું છું કે આ દેશની લોકશાહી બચાવવા માટે, મારી સાથે આ લડતમાં જોડાઓ અને મારી સાથે આગળ આવો. આ દરમિયાન મમતા બેનર્જીએ પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની પણ ઝાટકણી કાઢી હતી. પોતાનું ભાષણ સમાપ્ત થયા પછી, બંગાળનાં મુખ્યમંત્રીએ સિલિગુડીમાં સીએએ અને એનઆરસી વિરુદ્ધ એક માર્ચ પણ નિકાળ્યું હતુ.
West Bengal Chief Minister Mamata Banerjee in Siliguri: He is the Prime Minister of India, but always talks about Pakistan. Why? We are Indians and we will definitely discuss about our national issues. https://t.co/XS28RuPp8L
— ANI (@ANI) January 3, 2020
આપને જણાવી દઇએ કે, તૃણમૂલ કોંગ્રેસનાં તેના મંત્રીઓ સહિત ઘણા નેતાઓએ મમતાનાં મહાજુલૂસમાં ભાગ લીધો હતો. હિલકાર્ટ રોડ ઉપર આવેલા પ્રધાન નગર પોલીસ સ્ટેશન વળાંક સિલીગુડી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાઘાજતીન પાર્ક તરફ જતા માર્ગે આ વિરોધ પ્રદર્શન સમાપન થશે. આ દરમિયાન પશ્ચિમ બંગાળનાં સીએમ મમતા બેનર્જીએ પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ ભારતનાં વડા પ્રધાન છે, પરંતુ હંમેશા પાકિસ્તાનની જ વાત કેમ કરે છે? અમે ભારતીય છીએ અને આપણે આપણા રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવાની જરૂર છે.
West Bengal Chief Minister Mamata Banerjee leads a protest march against #CitizenshipAmendmentAct and #NationalRegisterofCitizens, in Siliguri. pic.twitter.com/nSVSi2lrV2
— ANI (@ANI) January 3, 2020
સીએમ મમતા બેનર્જીની આ વિશાળ રેલીમાં હજારો લોકો હાજર રહ્યા હતા અને હાથમાં ત્રિરંગો લઈને મમતાની પાછળ ચાલતા જોવા મળ્યા હતા. ઉત્તર બંગાળથી મોટી સંખ્યામાં લોકો મમતાનાં મહાજુલૂસમાં જોડાયા હતા. મહત્વનું છે કે, સીએએ અને એનઆરસી વિરુદ્ધ મમતા બેનર્જીની વિરોધ માર્ચનો વિરોધ ઘણા સમયથી ચાલી રહ્યો હતો. મુખ્યમંત્રી પોતે એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે સિલિગુડી પહોંચ્યા હતા. શહેરનાં દાર્જીલિંગ રોડ નજીક મલ્લાગુડી ખાતે મૈનાક ટૂરિસ્ટ લોજની સામે લોકોને સંબોધન કરવા મુખ્યમંત્રીનો સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
