ચીની ચાલ/ બોર્ડર ઉપર અંધારું કરવાનો ચીની હેકર્સનો મરણીયો પ્રયાસ

ચીનના હેકર્સે લદ્દાખ નજીકના ભારતીય પાવર સ્ટેશનોને નિશાન બનાવ્યા છે હોવાનું રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. ઉપરાંત સાવધાની રાખવા કહેવાયું છે.

Tech & Auto
ચીન

ભારત અને ચીન બોર્ડર પર ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે ચીનના વધુ એક નાપાક કરતૂતનો પર્દાફાશ થયો છે. ચીન ભારતના લદ્દાખમાં અંધકાર ફેલાવવાનો મરણીયા પ્રયત્નો કરી રહ્યું છે અને આ માટે તે ભારતમાં પાવર સેક્ટરને નિશાન બનાવી રહ્યું છે. શંકાસ્પદ રાજ્ય-પ્રાયોજિત ચીની હેકરોએ સાયબર-જાસૂસી અભિયાનના ભાગરૂપે તાજેતરના મહિનાઓમાં ભારતમાં પાવર સેક્ટરને નિશાન બનાવ્યું છે. આ વાતનો ખુલાસો થ્રેટ ઈન્ટેલિજન્સ ફર્મ રેકોર્ડેડ ફ્યુચર ઈન્ક દ્વારા તાજેતરમાં પ્રકાશિત એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

યુ.એસ.માં, મેસેચ્યુસેટ્સ સ્થિત ખાનગી ગુપ્તચર ફર્મે તેના અહેવાલમાં જણાવ્યું છે કે, ચીની હેકર્સે લદ્દાખ નજીકના ભારતીય પાવર સ્ટેશનોને નિશાન બનાવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા મહિનાઓમાં હેકર્સે ઉત્તર ભારતમાં 7 લોડ ડિસ્પેચ સેન્ટરને નિશાન બનાવ્યા છે. આ લોડ ડિસ્પેચ સેન્ટર દ્વારા લદ્દાખના વિસ્તારોમાં ગ્રીડ નિયંત્રણ અને વીજળી પહોંચાડવામાં આવે છે. આમાંના એક લોડ ડિસ્પેચ સેન્ટરને અગાઉ અન્ય હેકિંગ જૂથ, રેડેકો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હોવાનું પણ રેકોર્ડેડ ફ્યુચર રિપોર્ટ જણાવે છે. નોંધનીય છે કે આ એ જ હેકિંગ ગ્રુપ છે જેને અમેરિકાએ ચીનની સરકાર સાથે જોડ્યું હતું.

રેકોર્ડેડ ફ્યુચર મુજબ, TAG-38 નામના હેકિંગ જૂથે શેડોપેડ નામના એક પ્રકારના ખતરનાક સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે, જે અગાઉ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી અને રાજ્ય સુરક્ષા મંત્રાલય સાથે જોડાયેલું હતું. આ ચાઈનીઝ હેકરોનો મુખ્ય ટાર્ગેટ લદ્દાખમાં સ્થિત SLDCને હેક કરીને બ્લેકઆઉટ એટલે કે અંધકાર ફેલાવવાનું હતું. પાવર ગ્રીડ, નેશનલ ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ અને બહુરાષ્ટ્રીય લોજિસ્ટિક્સ કંપનીની ભારતીય પેટાકંપની પર આવા જોખમોની જાણ થઈ છે.

નોંધનીય છે કે આ પ્રથમ વખત નથી. લદ્દાખ સરહદ પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે આવી અનેક ઘટનાઓ વધી છે. અગાઉ, આ જ કંપનીએ 12 ઓક્ટોબર, 2020 ના રોજ મુંબઈમાં 12 કલાકના બ્લેકઆઉટ પાછળ ચાઇનીઝ હેકરોનો હાથ હોવાનો ખુલાસો કર્યો હતો. અત્યાર સુધી ચીનના હેકર્સે ભારતના વીજ પુરવઠાને વધુ નિશાન બનાવ્યા છે.

આ પણ વાંચો :કિરીટ સોમૈયા પર FIR બાદ સંજય રાઉતે કહ્યું- દેશદ્રોહી પિતા-પુત્રને જેલમાં જવું પડશે

આ પણ વાંચો :INS વિક્રાંત માટે ભંડોળ એકત્ર કરવામાં ગેરરીતિ,ભાજપના નેતા અને પુત્ર સામે કેસ,રાઉતે લગાવ્યા આરોપ