USA / રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ બિડેન ભારતીય સહિત 1.10 કરોડ વિદેશીઓને આપશે નાગરિકતા

અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડને સત્તા સંભાળવાની સાથે જ દેશમાં ગેરકાયદેસર વસવાટ કરી રહેલા 1.10 કરોડ વિદેશીઓને લીગલ સ્ટેટસ આપવા કોંગ્રેસને સૂચના આપવાનો નિર્ણય લીધો છે. 20મી જાન્યુઆરીએ શપથ ગ્રહણ કરતાની સાથે પહેલા જ દિવસે જો બાઇડેન અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા 1.10 કરોડ વિદેશી નાગરિકોને નાગરિકતા આપવાનો માર્ગ ખુલ્લો કરવા કાયદેસર જાહેરાત કરશે. નેશનલ ઇમિગ્રેશન લૉ સેન્ટરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મેરિએલિના હિનકેપીએ જણાવ્યું હતું કે, જો બિડેનની યોજના ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રન્ટ વિરોધી નીતિઓથી તદ્દન અલગ છે. તેઓ દેશમાં હાલ વસતા તમામ ગેરકાયદેસર વિદેશીઓને નાગરિકતા આપવાનો માર્ગ મોકળો કરવા માગે છે. આ માટેનો ખરડો તૈયાર કરી લેવાયો છે.

Astro / 19 જાન્યુઆરીથી માંગલિક કાર્યોને લાગશે બ્રેક, લગ્ન માટે હવે ત…

જો અમેરિકી સંસદ બિડેનના આ ખરડાને મંજૂરી આપશે તો 1986 પછી અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસતા વિદેશીઓને મોટી સંખ્યામાં નાગરિકતા અપાશે. 1986માં પ્રમુખ રોનાલ્ડ રિગને 30 લાખ વિદેશીઓને રાજ્યાશ્રાય આપ્યો હતો.બિડેનના ચીફ ઓફ સ્ટાફ બનવા જઇ રહેલા રોન ક્લેઇને જણાવ્યું હતું કે, હોદ્દો સંભાળ્યાના પહેલા જ દિવસે જો બિડેન ઇમિગ્રેશન બિલ સંસદને મોકલી આપશે. નેશનલ ઇમિગ્રેશન ફોરમના અલી નૂરાનીએ જણાવ્યું હતું કે, ઇમિગ્રન્ટોને નાગરિકતા માટે આઠ વર્ષની પ્રક્રિયા પસાર કરવી પડશે.

SOCIAL MEDIA / સોશિયલ મીડિયાના દુરુપયોગ મામલે સંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિ…

પ્રમુખ બિડેન હોદ્દો સંભાળ્યાના પ્રથમ દિવસે જ અમેરિકાને ફરીવાર પેરિસ ક્લાઇમેટ એગ્રિમેન્ટમાં સામેલ કરતા એક્ઝિયુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરશે. જૂન 2017માં પ્રમુખ ટ્રમ્પે પેરિસ એગ્રિમેન્ટ સાથે છેડો ફાડી નાખ્યો હતો. તેમણે આરોપ મૂક્યો હતો કે, આ કરારથી ભારત અને ચીનને લાભ થાય છે જ્યારે અમેરિકાને નુકસાન થઇ રહ્યું છે. ટ્રમ્પે એવો પણ આરોપ મૂક્યો હતો કે ભારત વિકસિત દેશો પાસેથી અબજો ડોલરની સહાય મેળવવા માટે આ કરારને સમર્થન આપી રહ્યો છે. નવેમ્બર 2016થી પેરિસ કરાર અમલમાં આવ્યો હતો. કરાર પ્રમાણે સભ્ય દેશોએ પર્યાવરણના નિયમોનું પાલન કરવાનું રહે છે.જો બિડેન પ્રમુખ બનતાની સાથે જ સાત મુસ્લિમ બહુલ દેશો ઇરાન, ઇરાક, સોમાલિયા, સીરિયા, સુદાન, લિબિયા અને યમનના મુસ્લિમ નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા પ્રતિબંધને હટાવશે. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદ સંભાળ્યાના એક જ સપ્તાહ બાદ જાન્યુઆરી 2017માં આ દેશોના મુસ્લિમોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

Vaccination campaign / વિશ્વમાં સૌથી વધુ દેશમાં 2,24,301 લોકોએ લીધો રસીકરણનો લાભ, અ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery