શ્રીનગર શહેરમાં લઘુમતી સમુદાયના બે શિક્ષકોની હત્યા બાદ શુક્રવારે મોડી સાંજે લશ્કર-એ-તૈયબાના આતંકી આકીબ કુમારને સુરક્ષા દળોએ એન્ટી એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. શોપિયાંના ટ્રેંગ ગામનો રહેવાસી આકીબ નવેમ્બર 2020 થી સક્રિય હતો. તેની પાસેથી એક એકે 47 રાઇફલ, બે મેગેઝિન અને ફળોથી ભરેલી બેગ મળી આવી હતી. અન્ય એક આતંકી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
રાત્રીના સાડા નવ કલાકે ગોળીઓના અવાજથી નાટીપોરા વિસ્તાર હચમચી ગયો હતો. લગભગ 15 મિનિટ સુધી ફાયરિંગ ચાલુ રહ્યું. આ દરમિયાન તમામ દુકાનો બંધ હતી અને વિસ્તારમાં સનાટો ફેલાયેલો હતો , શ્રીનગરમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષા દળો એલર્ટ પર છે. બીજી બાજુ શ્રીનગરના મેથનમાં બીજું એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
આતંકવાદીઓએ 7 ઓક્ટોબરની મોડી સાંજે શ્રીનગરના સફકાદલ વિસ્તારમાં ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ હુમલો બારીપોરા ઇદગાહ વિસ્તારમાં સીઆરપીએફ કેમ્પ બહાર થયો હતો. ખાસ વાત એ છે કે હુમલામાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. હુમલાખોરોની શોધમાં વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી હતી.
