Bollywood/ આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યો છે ફિલ્મ અગ્નિપથ ફિલ્મનો આ કલાકાર, સંભળાવી પોતાની કહાની

ફિલ્મ અગ્નિપથ માં કામ કરનાર અભિનેતા રેશમ અરોરા હાલમાં આર્થિક સંકટના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. આ 71 વર્ષના કલાકારની આર્થિક સ્થિતિ ખરાબ….

Entertainment
આર્થિક તંગી

ફિલ્મ અગ્નિપથ માં કામ કરનાર અભિનેતા રેશમ અરોરા હાલમાં આર્થિક તંગી ના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. આ 71 વર્ષના કલાકારની આર્થિક સ્થિતિ ખરાબ છે. તેમની પાસે કોઈ કામ નથી અને તેઓ કામ માટે આમતેમ ભટકી રહ્યા છે. તેમણે તેમના એક ઇન્ટરવ્યુમાં તેમની આર્થિક કટોકટીની વાર્તા વર્ણવી છે.

આ પણ વાંચો :બોલીવુડ સિંગર મનોજ મુંતશિરની એક કવિતાને લઈ સામે આવ્યો વિવાદ, જાણો શું છે આ મામલો

રેશમ અરોરાએ જણાવ્યું મારા માટે કોઈ કામ નથી. જ્યારથી લોકડાઉન શરુ થયુ ત્યારથી જ આ સ્થિતિ છે. લોકો કહે છે કે વસ્તુઓ નોર્મલ થઈ રહી છે, પરંતુ મને તો કામની કોઈ પણ તક દેખાઈ નથી રહી. આ સાથે જ તેમણે પોતાના જીવનના અમુક કડવા અનુભવો પણ ઈટાઈમ્સ સાથે શેર કર્યા.

રેશમ અરોરાએ જણાવ્યું કે, થોડા વર્ષો પહેલા હું ટ્રેનમાંથી પડી ગયો હતો. ત્યારપછી અશ્વિની ધીરના શૉ ચીડિયા ઘરના સેટ પર મને એક વિચિત્ર જીવજંતુએ કરડી ખાધુ હતુ, જેના કારણે થોડા સમય માટે હું હરી-ફરી પણ નહોતો શકતો. જ્યારે મારા પત્નીને દેખાવવાનુ બંધ થઈ ગયું ત્યારે મારી સમસ્યામાં વધારો થઈ ગયો. મારા પત્નીને એક્યુટ ગ્લૂકોમાની ફરિયાદ હતી. મને ખરેખર અત્યારે કામની અત્યંત વધારે જરૂર છે. CINTAAએ મારી થોડી મદદ કરી હતી. પરંતુ તે મદદ એટલી નહોતી કે મારી સ્થિતિ સુધરી શકે. હું ટૂટી ગયો છું, મને નાણાંકીય મદદની જરુર છે. કોણ છે રેશમ અરોરા?

આ પણ વાંચો :મરાઠી અભિનેત્રી ઈશ્વરી દેશપાંડે અને તેના બોયફ્રેન્ડનું કાર અકસ્માતમાં મોત

રેશમ અરોરાની ઉંમર 71 વર્ષની છે. ફિલ્મ ‘અગ્નિપથ’ માં તેણે મિથુન ચક્રવર્તીની સારવાર કરનાર ડોક્ટરની ભૂમિકા ભજવી હતી. તેણે ફિલ્મ ‘ખુદા ગવાહ’માં જેલરની ભૂમિકા પણ ભજવી છે. આ સિવાય રેશમ અરોરાએ બીજી ઘણી શોર્ટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સમયે તેને ઉદ્યોગમાં કોઈ કામ નથી મળી રહ્યું, જેના કારણે તેની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે.

આ પણ વાંચો : શ્રીદેવીના સુપરહિટ સોંગ પર પાકિસ્તાની એક્ટ્રેસ આયજા ખાને કર્યો ડાન્સ, જુઓ

આ પણ વાંચો :શું ‘રાધે શ્યામ’ના સેટ પર પ્રભાસ અને પૂજા હેગડે વચ્ચે થયો ઝગડો? મેકર્સે જણાવી હકીકત