જ્યારે તમારુ નસીબ જ ખરાબ હોય ત્યારે તકલીફો સામે આવીને તમને મળતી હોય છે, આવુ જ કઇંક આ વીડિયોમાં તેમને જોવા મળશે. જ્યા એક શખ્સ લાકડીનાં સહારે આરામથી જઇ રહ્યો છે, અને અચાનક સામે ઉભેલા આખલાએ તે શખ્સને એવુ ભેટુ માર્યુ કે તે 10 ફૂટ ઉચે ઉછળી ગયો હતો. ઉછળીને જ્યારે શખ્સ જમીન પર પટકાયો તો તે પછી ઉભો જ થઇ શક્યો નહતો.
Cricket / IPL માં હવે 20 ઓવર ફેંકવાને લઇને બન્યો નવો નિયમ
આ વીડિયોને જોતા એક વાત સ્પષ્ટ થઇ જાય છે કે, જ્યારે તમારી આસ-પાસ નજીકમાં કોઇ આખલો હોય તો તેનાથી ખાસ સંભાળીને દૂર રહેવાનો પ્રયત્ન કરવો. જો થોડી પણ ધ્યાન બીજી તરફ જાય તો તે હુમલો કરી શકે છે અને તમને ઈજા પહોંચાડી શકે છે. આ વીડિયોને જોયા બાદ તો ખાસ એવુ જ લાગે છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, શખ્સ શાંતિથી ચાલ્યો જઇ રહ્યો છે, ત્યારે અચાનક તે શખ્સ આખલાની નજરમાં આવી જાય છે અને થોડી જ ક્ષણોમાં આ આખલો તે શખ્સને ભેટુ મારી 10 ફૂટ ઉચે ઉછાળી દે છે. જે બાદ તે શખ્સ નીચે પટકાય છે અને પછી તે ઉભો પણ થઇ શકતો નથી. આ દરમિયાન સામે ફ્રૂટની લારી લઇને ઉભો રહેલો શખ્સ તે માણસને જલ્દી તે જગ્યાએથી લઇ જવા કહે છે અને વીડિયો પૂરો થઇ જાય છે.
https://www.instagram.com/p/CMzN6hJlJQc/?utm_source=ig_web_copy_link
હોલિવૂડ / કોરોનાકાળમાં પણ બોક્સ ઓફિસમાં ધમાલ મચાવી રહી છે ‘Godzilla Vs Kong’
આપને જણાવી દઇએ કે, આ વીડિયોને સોશિયલ મીડિયામાં લોકો ખૂબ જોઇ રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઇ ચુક્યા છે. ઘણા આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે, જ્યારે ઘણા આ વીડિયોને જોઇ મજા લઇ રહ્યા છે. જો કે આ વીડિયો જોવામાં જેટલો ફની લાગી રહ્યો છે, તેટલો જ ખતરનાક છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
