મોટી જાહેરાત/ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો આટલા રૂપિયાનો ઘટાડો…જાણો

સરકારે એક્સાઇઝ ડયુટીમાં કર્યો ઘટાડો જેના લીધે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આ ભાવ આવતીકાલથી લાગુ કરવામાં આવશે

Top Stories India

દેશમાં મોંઘવારીએ માઝા મુકી છે ત્યારે દરેક ચીજ વસ્તુઓના ભાવમાં નોંધપાત્ર વધારો જાેવા મળે  છે જેના લીધે સામાન્ય જનતાના ખિસ્સા પર ભાર પડે છે,ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોચ્યા છે પ્રતિદિન ભાવમાં વધારો જોવા મળે છે.પરતું દિવાળીના એક દિવસ પહેલા સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે ,પ્રજા માટે રાહતના સમાચાર છે. સરકારે પ્રજાને દિવાળીની ભેટ આપી છે. કેનદ્ર સરકારે પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 10 રુપિયાનો ઘટાડો કરવાની મોટી જાહેરાત કરી છે.

કેન્દ્ર સરકારે વધતાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરીને પ્રજાને લાભ આપ્યો છે. સરકારે એક્સાઇઝ ડયુટીમાં કર્યો ઘટાડો જેના લીધે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આ ભાવ આવતીકાલથી લાગુ કરવામાં આવશે.