Not Set/ દેશના ઇ-વાહનોના ચાર્જીંગસ્ટેશનનો પ્રારંભ ગુજરાત ના આ જીલ્લામાં કરવામાં આવ્યો

ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી માટે  સબસીડી સરકાર દ્વારા આપવામાં આવી રહી છે

Gujarat Others

 સમગ્ર રાજય માં પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસેને દિવસે વધતા  સરકાર દ્વારા  ઇલેક્ટ્રિક વાહનોને વધુ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે . જે અંતર્ગત સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી માટે  સબસીડી આપવામાં આવી રહી છે . ત્યારે ગુજરાત સરકાર દ્વારા  દેશ નું  પ્રથમ ઇવી ચાર્જીંગ સ્ટેશન  કેવડિયામાં એસઓયુ ખાતે પ્રથમ ઇવી ચાર્જીંગ સ્ટેશન  ઇ-કાર માટેનું પહેલું ચાર્જિંગ સેન્ટર બની ગયું  છે.   પ્રથમ ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. કેવડીયા કોલોની  આ વિસ્તાર પ્રથમ ઇ કાર સીટી બનશે.

૬ જૂને પ્રધાન મંત્રીએ ઇ કાર સિટીની જાહેરાત કરી હતી. કેવડીયા કોલોની  આ વિસ્તાર પ્રથમ ઇ કાર સીટી બનશે.પ્રવાસીઓને કેવડિયા થી સ્ટેચ્યુ જોવા ઇ કારમાં લઇ જવાશે. કેવડીયાને નો પોલ્યુશન ઝોન બનાવવાનો સરકારનો પ્રયાસ છે. આ ઉપરાંત ગુજરાતના હાઇ-વે પર 21ચાર્જીંગ સ્ટેશન શરૂ થશે તેમજ ભારતમાં 700 થી વધુ  જગ્યા એ  ચાર્જીંગ સ્ટેશન સ્થપાશે. તેમજ લોકો મોબાઇલ એપની મદદથી ચાર્જીંગસ્ટેશન શોધી શકાશે. ગુજરાતમાં ઇ-વાહનોને પ્રોત્સાહન આપવા સરકાર કટિબદ્ધ જોવા મળી રહી છે .