Crime/ વિધવા માતાની દીકરી બની સાયબર ક્રાઈમનું શિકાર, જાણો શું થયું અમદાવાદની દીકરી જોડે..વાંચો

મહિલાઓની આબરૂ અને ઈજ્જત કેટલી કિંમતી હોય છે તે એક મહિલા જ સમજી શકે છે. અને જે પુરુષો મહિલાઓની આબરૂની પરવા કરતા નથી અને તેમની ઈજ્જત દાવ ઉપર લગાવીને તેમની છબી ખરાબ કરવા માટે છેલ્લી હદ્દ સુધી પહોંચી જતા હોય છે તેવા લોકો બેશર્મ તો હોય જ છે જોડે માનવી કહેવાને લાયક પણ હોતા નથી. […]

Ahmedabad Gujarat

મહિલાઓની આબરૂ અને ઈજ્જત કેટલી કિંમતી હોય છે તે એક મહિલા જ સમજી શકે છે. અને જે પુરુષો મહિલાઓની આબરૂની પરવા કરતા નથી અને તેમની ઈજ્જત દાવ ઉપર લગાવીને તેમની છબી ખરાબ કરવા માટે છેલ્લી હદ્દ સુધી પહોંચી જતા હોય છે તેવા લોકો બેશર્મ તો હોય જ છે જોડે માનવી કહેવાને લાયક પણ હોતા નથી. અમદાવાદમાં આવો જ એક કિસ્સો બન્યો છે. જેમાં એક યુવતીના નામથી ફેક ફેસબુક એકાઉન્ટ બનાવીને તેના અંગત ફોટા અને ભીભતસ વિડીયો વાઇરલ કરીને તેને બદનામ કરવાની ઘટના સામને આવી છે.

વિધવા તારા બેન ( નામ બદલેલ છે )એ વિચાર્યું નહતું કે તેમની દીકરી સાયબર ક્રાઈમનું શિકાર બની જશે. તારા બેનની 18 વર્ષીય દીકરી રાધા ( નામ બદલેલ છે )ની મનોજ નામના યુવક સાથે ઘરના પરિવાજનોની મરજીથી સગાઇ થઇ હતી. બંને વચ્ચે ઘણા સમય સુધી સારું મનમેળ રહ્યું હતું. જોકે, અચાનક જ મનોજના ફેસબુક એકાઉન્ટ ઉપર તેમની મંગેતર રાધા ના નામથી ફેસબુક રિકવેસ્ટ આવતા તેમણે આઈડીને એક્સેપ કરી હતી. આઈડી એક્સેપ કરતા મનોજએ જે જોયું હતું તે જોઈને મનોજની આંખો ખુલીને ખુલી રહી ગઈ હતી. પોતાની મંગેતરના ફોટા અને ભીબટ્સ વિડીયો જોઈને મનોજની પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તેણે સમગ્ર મામલાની હકિકત વિષે પોતાની સાસુ તારા બેન વિષે જણાવતા તારા બેનની પણ આંખોમાંથી આંસુ છૂટી ગયા હતા. એટલુંજ નહિ જે છોકરીના ફોટા વાઇરલ થયા હતા તે પણ આ વાત સાંભળીને હેરાન થઇ ગઈ હતી.

પોતાની દીકરીનું જીવન ખરાબ થતા વિધવા માતાએ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં અજાણ્યા ફેસબુક એકાઉન્ટની વિરુદ્ધમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે , અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઈમના કિસ્સા ખુબજ વધી જતા મહિલાઓની સાથે હવે સાયબર છેડતી અને બદનામીના કિસ્સા પણ એટલા જ વધી રહ્યા છે જેના કારણે મહિલાઓ પોતાને અસલામત હોવાનું અનુભવી રહ્યા છે.