કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે હિજાબને લઈને મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે હિજાબ ઇસ્લામનો આવશ્યક ભાગ નથી. આ નિર્ણયને લઈને કર્ણાટકમાં ફરી એકવાર વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે. હાઈકોર્ટના નિર્ણય બાદ સુરપુરા કેમ્બવી સરકારી પીયુ કોલેજની વિદ્યાર્થીનીઓ પરીક્ષા છોડીને રવાના થઈ ગઈ હતી. આ વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે તેઓ હિજાબ વગર કૉલેજમાં નહીં આવે, પછી ભલે તેમને પરીક્ષા આપવાનો ઇનકાર કરવામાં આવે.
અગાઉ પણ કહ્યું હતું કે, અભ્યાસ છોડવો પડશે
ગર્લ સ્ટુડન્ટ્સનું કહેવું છે કે તેઓ આ મુદ્દે તેમના પેરેન્ટ્સ સાથે ચર્ચા કરશે અને પછી જ નક્કી કરશે કે તેમણે હિજાબ પહેર્યા વિના ક્લાસમાં હાજરી આપવી કે નહીં. મંગળવારે 35 વિદ્યાર્થીનીઓએ પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો. મહત્વની વાત એ છે કે આ વિદ્યાર્થીનીઓએ હાઈકોર્ટના નિર્ણયને અનુસરવાનો ઈન્કાર કરી દીધો હતો અને પરીક્ષા હોલ છોડી દીધો હતો.
વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે અમે હિજાબ ઉતારીને પરીક્ષા આપી શકતા નથી. અગાઉ આ મામલે 11 દિવસ સુધી સુનાવણી થઈ હતી, જેમાં વિદ્યાર્થીનીઓ તરફથી કહેવામાં આવ્યું હતું કે આ અમારી ધાર્મિક ઓળખ અને રિવાજનો ભાગ છે. જો અમને હિજાબ પહેરવાની મંજૂરી નહીં મળે તો અમને અમારો અભ્યાસ છોડી દેવાની ફરજ પડશે.
કર્ણાટક હાઈકોર્ટમાં 10 ફેબ્રુઆરીથી હિજાબ કેસ પર સુનાવણી ચાલી રહી હતી. 11 દિવસ સુધી સુનાવણી બાદ કોર્ટે 25 ફેબ્રુઆરીના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. મંગળવારે ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા દીક્ષિત અને જસ્ટિસ જેએમ ખાજીની બેન્ચે હિજાબને લઈને પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું છે કે હિજાબ ઇસ્લામની ધાર્મિક પ્રથાનો આવશ્યક ભાગ નથી. તેથી શાળા-કોલેજોમાં ગણવેશ લાગુ કરી શકાય. કોર્ટે કહ્યું કે વિદ્યાર્થિનીઓએ હિજાબ પરના પ્રતિબંધ સામે વાંધો ઉઠાવવો જોઈએ નહીં.
આ પણ વાંચો :ચૂંટણીમાં હાર બાદ પંજાબમાં કોંગ્રેસની લડાઈ વધી, ચરણજીત સિંહ ચન્નીને પાર્ટીમાંથી હટાવવાની માંગ ઉઠી
આ પણ વાંચો :કાંશીરામની જન્મજયંતિ પર માયાવતીએ કહ્યું, ‘ચમચા યુગમાં આંબેડકરના મિશનને વળગી રહેવું એ મોટી વાત છે’
આ પણ વાંચો :પાકિસ્તાનમાં અચાનક મિસાઈલ કેવી રીતે પડી, રાજનાથ સિંહે સંસદમાં આખી ઘટના જણાવી
આ પણ વાંચો :રાજકીય પાર્ટીમાં જોડાવા મુદ્દે નરેશ પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું…
