Not Set/ કેડિલા માગી શકે મંજૂરી, દુનિયાની પ્રથમ DND વેક્સિન

વેક્સિનની ફેઝલ-3 ટ્રાયલનો ડેટા એનેલિસિસ લગભગ તૈયાર છે. કંપનીએ સરકારને આ જાણકારી આપી છે કે તે આગામી સપ્તાહે વેક્સિનના ઈમર્જન્સી યુઝના લાઇસન્સ માટે અરજી કરી શકે છે.

Top Stories India

દેશને ચોથી રસી મળવાની આશા છે.  ઝાયડસ કેડિલા આગામી સપ્તાહે કોરોના વેક્સિનના ઇમર્જન્સી યુઝની મંજૂરી માગી શકે છે આ વેક્સિન દુનિયાની પ્રથમ DNA વેક્સિન હશે.


ભારતની મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં સામેલ ઝાયડસ કેડિલા આગામી સપ્તાહે પોતાની કોરોના વેક્સિન ઝાયકોવ-ડીના ઈમર્જન્સી યુઝ અપ્રૂવલ માટે સેન્ટ્રલ ડ્રગ્સ રેગ્યુલેટરને અપ્લાઇ કરી શકે છે. જો આ વેક્સિનને મંજૂરી મળી જશે તો આ કોરોના વાયરસ વિરુદ્ધ દુનિયાની પ્રથમ DNA વેક્સિન થશે. આ સાથે જ દેશમાં ઉપલબ્ધ વેક્સિનની સંખ્યા 4 થઈ જશે. અત્યારસુધી ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન અને રશિયાની સ્પુતનિક-V ઉપયોગમાં લેવાઈ રહી છે.

વેક્સિનની ફેઝલ-3 ટ્રાયલનો ડેટા એનેલિસિસ લગભગ તૈયાર છે. કંપનીએ સરકારને આ જાણકારી આપી છે કે તે આગામી સપ્તાહે વેક્સિનના ઈમર્જન્સી યુઝના લાઇસન્સ માટે અરજી કરી શકે છે. આ વેક્સિનનો ટેસ્ટ પુખ્તો ઉપરાંત 12થી 18 વર્ષનાં બાળકો પર પણ કરવામાં આવી રહ્યો છે.ડીએનએ-પ્લાજ્મિડ બેઝ્ડ ઝાયકોવ-ડી ત્રણ ડોઝવાળી વેક્સિન હશે. એને 2થી 4 ડીગ્રી સે. તાપમાન પર સ્ટોર કરી શકાય છે. આ માટે કોલ્ડચેઈનની જરૂર નથી. આનાથી દેશના દૂરના વિસ્તારોમાં તેનું ટ્રાન્સપોર્ટેશન સરળ બની જાય છે. આ વેક્સિનને ડેવલપ કરવામાં નેશનલ બાયોફાર્મા મિશન પાસેથી મદદ મળી છે.