જમ્મુ-કાશ્મીર/ સાંબા જિલ્લામાં ફરી એક વખત ડ્રોન દેખાયો, તમામ પોલીસ ચોકીઓ અને નાકાઓને એલર્ટ અપાયું

હુમલા બાદ ડ્રોન જોવાની ઘટનાઓમાં મોટો વધારો થયો છે અને એવા ઘણા કિસ્સાઓ છે કે જ્યાં આર્મી અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ ના જવાનોએ સરહદ પર

Top Stories India

જમ્મુ -કાશ્મીરના સાંબા જિલ્લામાં સોમવારે રાત્રે ફરી એક વખત ડ્રોન દેખાયા. સાંબા પોલીસ અધિક્ષક  રાજેશ શર્માએ જણાવ્યું હતું કે સાંબમાં શંકાસ્પદ ડ્રોન ગતિવિધિઓ વિશે માહિતી મળી હતી, ત્યારબાદ અમે તમામ પોલીસ ચોકીઓ અને નાકાઓને એલર્ટ કર્યા છે. આ ઉપરાંત રવિવારે રાત્રે સાંબાના બારી બ્રાહ્મણ વિસ્તારમાં ચાર સ્થળે શંકાસ્પદ ડ્રોન દેખાયા હતા. જ્યારે અગાઉ શુક્રવારે સાંબા જિલ્લામાં જ ત્રણ અલગ અલગ સ્થળોએ શંકાસ્પદ ડ્રોન પ્રવૃત્તિની જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :બે દિવસથી ભૂખ્યા તરસ્યા “બા” ની મદદએ આવ્યા નગરસેવક..વાંચો સમગ્ર બનાવ

સાંબાના બારી બ્રાહ્મણ વિસ્તારમાં આર્મી કેમ્પ નજીક રાત્રે 8.30 વાગ્યે ડ્રોન જોવા મળ્યું હતું. બારી બ્રાહ્મણ પોલીસ સ્ટેશનમાં તૈનાત જમ્મુ -કાશ્મીર પોલીસ કર્મચારીઓએ ડ્રોન જોયું. અધિકારીઓએ ડ્રોન પર ફાયરિંગ કર્યું ન હતું, કારણ કે ડ્રોન રેન્જની બહાર ઉડી રહ્યા હતા.  સાંબાના બારી બ્રાહ્મણ વિસ્તારમાં મોડી રાત્રે ચાર સ્થળે ડ્રોનની શંકાસ્પદ હિલચાલની જાણ થઈ હતી. ડ્રોન જોયા બાદ પોલીસ અને સેનાએ વિસ્તારમાં એલર્ટ જારી કરીને સુરક્ષા વધારી દીધી છે.

આ પણ વાંચો :બ્રિટનમાં હિંદુ અને શીખ સમુદાયને ટૈફ નદી કિનારે અસ્થિ વિસર્જનની મળી મંજૂરી

જમ્મુ અને દેશભરના અન્ય મહત્વના હવાઈ મથકો પર આવા હુમલાને રોકવા માટે વાયુસેનાએ અનેક જરૂરી પગલાં લીધા છે. એટલું જ નહીં, લશ્કર દ્વારા નાના ડ્રોનથી ઉદ્ભવતા ખતરાઓનો સામનો કરવા માટે કડક પગલાં પણ લેવામાં આવ્યા છે. જમ્મુ હુમલા બાદ ડ્રોન જોવાની ઘટનાઓમાં મોટો વધારો થયો છે અને એવા ઘણા કિસ્સાઓ છે કે જ્યાં આર્મી અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ ના જવાનોએ સરહદ પર તેમના પર ગોળીબાર કર્યો છે.