Viral Video/ ડ્રોનને ઉડતો જીવ સમજી મગરે પકડી પાડ્યો, જેવુ ગળવા ગયો કે નિકળવા લાગ્યો ધૂમાડો

એક ખૂબ જ આશ્ચર્યજનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પાણીમાં રહેલા એક મગરે તેના મોંમાં ઉપર ઉડતા ડ્રોનને પકડી લીધો છે. તે સમજે છે કે તે કોઈ ઉડતો જીવ છે.

Videos

એક ખૂબ જ આશ્ચર્યજનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પાણીમાં રહેલા એક મગરે તેના મોંમાં ઉપર ઉડતા ડ્રોનને પકડી લીધો છે. તે સમજે છે કે તે કોઈ ઉડતો જીવ છે. એટલું જ નહીં, ડ્રોન પકડતાની સાથે જ તે પાણીની નીચે જાય છે. પણ પછી બીજી જ ક્ષણે તે ઉપર આવે છે, તે જોવા મળે છે કે તેના મોઢામાંથી ભયંકર રીતે ધુમાડો નીકળી રહ્યો છે. આ બધું ત્યારે થયું જ્યારે ઉડતું ડ્રોન મગરની નજીક આવ્યુ અને તેનો ક્લોઝ-અપ શોટ લેવાનો પ્રયત્ન કર્યો.

આ પણ વાંચો – Covid-19 / તો શું ત્રીજી લહેરની થઇ ગઇ છે શરૂઆત? છેલ્લા 24 કલાકમાં નોંધાયા 47,092 કેસ

આપને જણાવી દઇએ કે, આ ઘટના અમેરિકાનાં ફ્લોરિડાની છે. જે વ્યક્તિએ ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે તેની ટ્વીટને ગૂગલનાં સીઈઓ સુંદર પિચાઈએ પણ રીટ્વીટ કરી છે. વીડિયોમાં, એક નાનું ડ્રોન ફ્લોરિડા તળાવમાં મગરનાં કિનારે ફરતું જોવા મળે છે. આ દરમિયાન, મગર તેના જડબાઓ ફેલાવીને ડ્રોન તરફ ધ્યાનથી જોઈ રહ્યો છે. ઘણા લોકો તળાવનાં કિનારે ઉભા છે, તેમનો અવાજ વીડિયોમાં સંભળાય છે. દરમિયાન, ડ્રોન મગરની નજીક આવતાની સાથે જ અચાનક મગર તેના પર ઉછળે છે અને તેને ચાવવા લાગે છે. પરંતુ થોડીક સેકંડ પછી, ડ્રોન તેના મોંઢાની અંદર જ સળગવાનું શરૂ થઇ જાય છે. આ સમય દરમિયાન મગરનાં મોંઢામાંથી ભારે ધુમાડો નીકળતો જોવા મળે છે. આ વીડિયોનાં કેપ્શનમાં જણાવાયું છે કે ડ્રોન ઓપરેટરો મગરનો નજીકથી શોટ લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને વિચાર્યું કે ડ્રોન સેન્સર તેને મગરથી દૂર રાખશે.

આ પણ વાંચો – Interesting / આ વૃદ્ધ દિવસમાં 250 ગ્રામ પથ્થર ખાઇ જાય છે, જાણો કેવી રીતે પડી આ આદત

એવું કહેવામાં આવ્યું કે, મગરનું મોં ખોલ્યા બાદ એવું લાગતું હતું કે ડ્રોન સહેજ ઉચે જતુ રહેશે પરંતુ એવું ન થયું અને મગરે તેને પકડી લીધુ. આ વીડિયો કેલિફોર્નિયા સ્થિત ડ્રોન કંપનીનાં સ્થાપક ક્રિસ એન્ડરસને શેર કર્યો છે. તેણે લખ્યું કે, મગર ડ્રોનને હવામાં છંપ મારીને પકડી લે છે અને તુરંત જ તે તેના મોંઢામાં આગ પકડી લે છે. આ પછી સુંદર પિચાઈ દ્વારા તેને ફરી ટ્વિટ કરવામાં આવ્યું છે.

https://www.youtube.com/watch?v=gus5FMGtEok