ગ્રામ પંચાયત ચૂંટણી 2021/ ગ્રા.પં.ની ચૂંટણીને છ કલાક પૂર્ણ, બપોરે 1 વાગ્યા સુધી થયુ 24 ટકા મતદાન

આજે (રવિવારે) સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ થઇ રહ્યું છે. ત્યારે હવે બપોરે 1 વાગ્યા સુધી સરેરાશ મતદાન 24 ટકા નોંધાયું છે.

Top Stories Gujarat Others Gram Panchayat Election 21
ગ્રામ પંચાયત ચૂંટણી
  • ગ્રામ પંચાયતની ચૂંટણીનો જામ્યો જંગ
  • ગ્રા.પં.ની ચૂંટણીને છ કલાક પૂર્ણ
  • બપોરે 1 વાગ્યા સુધી 24 ટકા મતદાન
  • સૌરાષ્ટ્રમાં સરેરાશ 21 ટકા મતદાન
  • દક્ષિણ ગુજ.માં અંદાજીત 20 ટકા મતદાન
  • મધ્ય ગુજરાતમાં 18 ટકા સરેરાશ મતદાન
  • બપોરે મતદાતાઓની બુથ મથક પર ભીડ

આજે (રવિવારે) સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ થઇ રહ્યું છે. ત્યારે હવે બપોરે 1 વાગ્યા સુધી સરેરાશ મતદાન 24 ટકા નોંધાયું છે. જણાવી દઇએ કે, આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો વહેલી સવારમાં ઠંડીનાં માહોલમાં  પણ લાંબી કતારોમાં ઉભા રહીને મતદાન કરવા પહોંચી ગયા છે.

આ પણ વાંચો – બાંગ્લાદેશ / 50 વર્ષ પહેલા આ દિવસે બાંગ્લાદેશને મળી હતી આઝાદી, 93 હજાર પાકિસ્તાની સૈનિકોએ કર્યું હતું આત્મસમર્પણ

આપને જણાવી દઇએ કે, ગ્રામ પંચાયતની ચૂંટણીનું વોટિંગ ચાલી રહ્યુ છે. જેને હવે 6 કલાક પૂર્ણ થઇ ગયા છે. ત્યારે હવે કુલ 24 ટકા મતદાન થયુ છે. રાજ્યમાં સૌથી વધુ મતદાન સૌરાષ્ટ્રમાં નોંધાયુ છે. અહી કુલ 21 ટકા મતદાન થયુ છે. દક્ષિણ ગુજરાતમાં અંદાજીત 20 ટકા મતદાન થયુ છે. મધ્ય ગુજરાતમાં અંદાજે 18 ટકા મતદાન થયુ છે. સવારની સરખામણીએ બપોરનાં સમયે મતદાતાઓની બુથ મથકો પર ભારે ભીડ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓને પગલે ગામડાઓમાં મોટી સંખ્યામાં લોકો ભરશિયાળે બહાર આવ્યા છે અને આ ફૂલ ગુલાબી ઠંડીમાં ચા ની ચુસ્કી લેતા લાંબી કતારોમાં ઉભા જોવા મળી રહ્યા છે. ગામડાઓમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઇ અનિચ્છીય બનાવ ન બને તેના માટે તંત્ર સજ્જ છે. રાજ્યમાં અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો તારવવામાં આવ્યા છે. સાથે જ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિતનાં સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે તંત્ર સજ્જ થયું છે.

આ પણ વાંચો – ગ્રામ પંચાયત ચૂંટણી 2021 / પંચમહાલનાં વિરાણીયા ગામે સોમવારે ફરી યોજાશે મતદાન, ચૂંટણી ચિન્હ્ન બદલાઇ જતા વિવાદ

ઉલ્લેખનીય છે કે, આ વખતે પંચાયતોની ચૂંટણીમાં EVM મશીનથી નહી પણ બેલેટ પેપરથી મતદારો મત આપી રહ્યા છે. સૂત્રોનાં મતે, પંચાયતની ચૂંટણીમાં સરપંચ માટે ગુલાબી રંગનુ બેલેટ પેપર છે જયારે સભ્ય માટે સફેદ રંગનું બેલેટ પેપર છે. ગ્રામિણ મતદારોએ બે મત આપવા પડશે જેથી બેલેટ પેપરની અલગ અલગ કલર પસંદ કરાયા છે. ચૂંટણીને પગલે લાખો મતપત્રક છપાવવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 8,690 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ રહી છે, જેમાં કુલ 1,19,988 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણીમાં કુલ મળીને 18197039 ગ્રામિણ મતદારો મતાિધકારનો ઉપયોગ કરશે. જણાવી દઇએ કે, 21મી ડિસેમ્બરે મત ગણતરી યોજાશે. પંચાયતોની ચૂંટણીઓ ભાજપ અને કોંગ્રેસ માટે લિટમસ ટેસ્ટ બની રહેશે. સરપંચપદ માટે કુલ મળીને 8513 બેઠકો માટે 27200 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.