Not Set/ અદાણી ગ્રૂપના હાઇડ્રોજન વેન્ચરમાં ફ્રાન્સની ફર્મની 25 ટકા હિસ્સેદારી

અદાણી ગ્રુપે વિશ્વની સૌથી મોટી ગ્રીન હાઇડ્રોજન ઈકોસિસ્ટમનું સંયુક્તપણે નિર્માણ કરવા માટે ફ્રેન્ચ ફર્મ સાથે નવી ભાગીદારી કરી છે.

Top Stories Business
અદાણી

ફ્રાંસની મુખ્ય એનર્જી કંપની ટોટલ એનર્જી અદાણી ગ્રુપના ગ્રીન હાઇડ્રોજન વેન્ચરમાં 25 ટકા હિસ્સો હસ્તગત કરશે. એ માહિતી કંપનીએ મંગળવારે આ જાણકારી આપી.

આ બાબતે અદાણી ગ્રૂપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તેને વિશ્વની સૌથી મોટી ગ્રીન હાઇડ્રોજન ઈકોસિસ્ટમનું સંયુક્તપણે નિર્માણ કરવા માટે ફ્રેન્ચ ફર્મ સાથે નવી ભાગીદારી કરી છે. આ વ્યૂહાત્મક જોડાણમાં, ટોટલ એનર્જી અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) પાસેથી અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL)માં 25 ટકા લઘુમતી હિસ્સો હસ્તગત કરશે,”

નોંધનીય છે કે આ કરારની જાહેરાત બાદ અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં આજે ખરીદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તેના શેર આજે 5 ટકાથી વધુના વધારા સાથે BSE પર રૂ. 2199ના ભાવે છે. આજે ઇન્ટ્રા-ડેમાં તેનો શેર રૂ.2212.95ની ઊંચી સપાટી અને રૂ.2053.00ની નીચી સપાટીને પહોંચ્યો હતો.

આ પણ વાંચો : યુક્રેનના જંગલમાંથી મળી બીજી સામૂહિક કબર : મૃતદેહ કાઢનાર પણ કાંપી ઉઠયા