હિંમતનગર/ જમીનમાં દાટેલી હાલતમાં મળી આવેલી બાળકી જિંદગીની જંગ હારી, નવમા દિવસે કમકમાટી ભર્યું મોત

નવ દિવસની સધન સારવાર પણ આ બાળકીને બચાવી શકાઈ નથી. અને જિંદગી સામેનો જંગ આ બાળકી હારી ગઈ છે. આ બાળકી છેલ્લા નવ દિવસથી હિંમતનગર સિવિલમાં NICU વિભાગમાં વેન્ટીલેટર પર હતી. સિવિલ સતાધીશો દ્વારા ગાંભોઈ પોલીસને જાણ કરાઈ છે.

Top Stories Gujarat
  • હિંમતનગર: જમીનમાંથી બાળકી મળવાનો મામલો
  • સારવાર દરમિયાન બાળકીનું મોત
  • નવમા દિવસે બાળકીનું સારવાર દરમિયાન મોત
  • ગાંભોઈ પાસે ખેતરમાંથી મળી હતી બાળકી
  • માતા-પિતાએ જ બાળકીને જમીનમાં દાટી હતી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા ગાંભોઇ ખાતેથી જમીનમાથી દટાયેલી એક બાળકી મળી આવી હતી. ખેતર માલિક અને આસપાસના લોકોએ ભેગા થઈ બાળકીને બહાર કાઢી હટાઈ. જમીનમાં દટાયા છ્તા આ બાળકી જીવિત હાલતા હટી. 108 અને પોલીસની મદદ થી આ બાળકીને હિંમતનગરની સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. નવ દિવસની સધન સારવાર પણ આ બાળકીને બચાવી શકાઈ નથી. અને જિંદગી સામેનો જંગ આ બાળકી હારી ગઈ છે. આ બાળકી છેલ્લા નવ દિવસથી હિંમતનગર સિવિલમાં NICU વિભાગમાં વેન્ટીલેટર પર હતી. સિવિલ સતાધીશો દ્વારા ગાંભોઈ પોલીસને જાણ કરાઈ છે.

અત્રે નોધનીય છે કે, ગાંભોઇ ખાતે ખેતરમાં માટીમાં હલન ચલન થતું જોઈ ખેતર માલિકે ત્યાં તપાસ કરી હતી. અને દાટેલા નવજાત શિશુના પગ હલતા જોઈ પોલીસને જાણ કરી હતી. નજીકમાં આવેલી GEB કર્મચારીઓએ પણ ખેતરમાં પહોચી ગયા હતા. અને 108ની ટિમ પણ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. જેમણે ખેતરમાં દાટેલ નવજાત શિશુ બહાર કાઢ્યું. નવજાત શિશુ જીવિત નીકળતા સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યું હતું. બાળક જન્મ્યા પછી તેની નાડ પણ કાપવામાં આવી ના હતી. અને જન્મ પછી તરત જ તેને જમીનમાં દાટી દીધું હતું. જમીન ખોદી તેણીને બહાર કાઢતા બાળકી જીવિત અવસ્થામાં હતી અને તેને નજીકની હોસ્પીટલમાં લઈ જવામાં આવી હતી. જો કે આ અંગે પોલીસે શોધખોળ હાથ ધરી હતી.

આ કેસમાં પોલીસે ભિલોડાના નંદાસણથી માતા પિતાને પોલીસે ઝડપ્યા હતા. પિતા શૈલેષ અને માતા મંજુને ઝડપી પાડવામાં આવ્યા હતા.  અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.  બાળકીના માતપિતા ગાંધીનગરના માણસાના વતની હોવાનું અને  માતા મંજુબેનનું પિયર ગાંભોઇ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તપાસમાં બાળકીની માતાએ જણાવ્યુ હતું કે પરિવારની આર્થિક પરિસ્થિતી સારી નહીં હોવાથી અને પહેલાથી જ એક બાળકી હોવાથી તેઓ બે બાળકોનું ભારણ પોષા કરવા માટે સક્ષમ નથી. અને એટ્લે જ બીજી બાળકીને જમીનમાં દાટી હતી.જો કે ગુજરાત સરકાર દ્વારા બાળકીની જવાબદારી સ્વીકારવામાં આવી હતી.

ગીરગઢડા/ આચાર્ય અને લંપટ શિક્ષક સામે પગલા નહી ભરાય તો દિકરીઓ શાળાએ ભણવા નહી આવે : ગ્રામજનોનો આક્રોશ