- સુરતમાં માસ્ક મુદ્દે દંડ વસુલાત
- મનપા કર્મચારીઓએ ઉઘરાવ્યો દંડ
- મનપા દ્વારા 133 લોકોને કરાયા દંડીત
- 1,33,000 નો ઉઘરવાયો દંડ
- માસ્ક વગર ફરતા લોકોને કરાયા દંડીત
રાજ્યમાં કોરોનાનાં કેસ વધતા હોવાથી સરકાર હવે કડક નિર્ણયો લઇ રહી છે. સતત વધતા જતા કેસ વચ્ચે જનતાએ પણ સરકારનાં નિર્ણયને પૂરો સહકાર આપવો જરૂરી છે. પરંતુ શું તેએ આપી રહ્યા છે ખરા? સુરત શહેરમાંથી આ સવાલનો જવાબ સામે આવી રહ્યો છે.
AMCનો નિર્ણય / અમદાવાદમાં હોળીનાં પર્વ પર તમામ ક્લબ,સ્વિમિંગ પુલ,પાર્ટી પ્લોટ બંધ
આપને જણાવી દઇએ કે, રાજ્યનાં ચાર મહાનગરોમાં હાલમાં કોરોનાનાં સંક્રમણ વધવાના કારણે રાત્રી કર્ફ્યુનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોરોનાથી બચવા માટે સરકારે લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું રાખવા અપીલ કરવામાં આવી છે. જ્યારે આ અપીલ પર જનતા દ્વારા ધ્યાન આપવામાં ન આવે ત્યારે દંડરૂપે સમજાવવાની ફરજ પડે છે. ન સમજતા લોકોને સમજાવવા દંડની વસૂલાત સરકાર માટે વ્યાજબી બની ગઇ છે. સુરતની વાત કરીએ તો અહી આ પ્રકારનાં કિસ્સાઓ સામે આવ્યા છે. સુરતમાં માસ્ક મુદ્દે તંત્ર દ્વારા વસુલાત શરૂ કરી દેવામાં આવી છે. સુરત મનપા દ્વારા 133 લોકોને દંડીત કરાયા છે. સુરતત મનપા દ્વારા 1,33,000 રૂપિયાનો દંડ જનતા પાસેથી ઉઘરાવ્યો છે.
બેકાબુ કોરોના / કેન્દ્રની રાજ્યોને ચેતવણી, જો આમ નહીં કરો તો… એક સંક્રમિતદર્દી એક મહિનામાં 406 લોકોને સંક્રમિત કરશે
સુરત મહાનગરપાલિકા દ્વારા માસ્ક વગર ફરતા લોકોને દંડીત નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દંડ ઉઘરાવાના બદલે માસ્ક ન પહેર્યુ હોય તેવા લોકોને સુરત મહાનગર પાલિકા દ્વારા માસ્ક આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં પણ દિવસેને દિવસે કોરોનાએ માથુ ઉચક્યુ છે. ત્યારે તંત્ર દ્વારા આ વાયરસને કંટ્રોલ કરવા કડક પગલા ભરવા જરૂરી બની ગયા છે. ત્યારે હવે જોવાનુ રહેશે કે, આ અધધ દંડ વસુલાત બાદ જનતા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પર ધ્યાન આપે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
