બ્રિટનમાં એક માતાએ પુત્રના 24માં જન્મદિવસને વિશેષ બનાવવા માટે કંઈક કર્યું કે તે તેના માટે યાદગાર બની ગયું. તેણે પોતાના દીકરા માટે એમેઝોન કાર્ડબોર્ડ બોક્સ જેવી એક મોટી કેક બનાવ્યું. જ્યારે તેમના પુત્રને આ કેક મળી તો ખુશીથી ઝૂમી ઉઠ્યો..
યુકેના વેલ્સના પ્રાંતમાં રહેતી નીના ઇવાન્સ વિલિયમ્સ કેક ડિઝાઇનર તરીકે કામ કરે છે. તે પોતાની નીના કેક કેબીન ચલાવે છે. યુકેમાં કોરોનાને કારણે, ત્યાં કડક લોકડાઉન થયું હતું. જેના કારણે ઓનલાઈન રિટેલરોની ડિલીવરી તરીકે કામ કરતી હતી.

ડેલી મેલની રિપોર્ટ અનુસાર આ લોકડાઉન વચ્ચે નીના ઇવાન્સ વિલિયમ્સનો દિકરો કાને ઇવાન્સનો 24મો જન્મદિવસ આવ્યો. છેલ્લા વર્ષે આ જન્મદિવસ પર લાઇવપૂલ ફૂટબોલ ક્લબ જેવી ડિઝાઇનર કેક મળી હતી, તે આ વખતે ફૂટબોલ ક્લબ જેવી કેક ઇચ્છતો ન હતો. જેના કારણે નીનાએ તેમના દિકરા માટે સરપ્રાઇઝ આપવાનો પ્લાન બનાવ્યો..
બે દિવસની મહેનત પછી તૈયાર થઇ કેક
તેણે એક મોટી કેક બનાવવાનું શરૂ કર્યું જે તેને એમેઝોન કાર્ડબોર્ડ બોક્સ જેવું દેખાતી મોટી કેક બનાવવાનું શરુ કર્યુ, આ વચ્ચે તેમનો પુત્ર પૂછપરછ કરવા કેબીનમાંથી બહાર આવ્યો. પરંતુ તેણે વ્યસ્ત હોવાનું કહીને અંદર આવવાની ના પાડી. લગભગ બે દિવસની મહેનત બાદ આખરે નીનાએ તે કેક તૈયાર કરી.
જ્યારે તેમના પુત્રનો જન્મદિવસ આવ્યો, તેણે તેના ટેબલ પર એક એમેઝોન કાર્ડબોર્ડ બોક્સ મૂકી અને કહ્યું કે તેના માટે એક પાર્સલ આવ્યું છે. પુત્ર સમજી ગયો કે ઘરનો સામાન ઓનલાઇન રિટેલર પાસેથી આવે છે. જ્યારે તેણે બોક્સને હાથ લગાવ્યો, ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો.
ખરેખર તે કાર્ડ બોક્સ નહીં પરંતુ એક મોટી કેક હતી. પરંતુ તે એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે કોઈ પણ તેને જોઈને છેતરપિંડી થઇ શકે. અચાનક જ દિકરાના મોઢામાંથી શબ્દ નિક્ળ્યા ‘ઓ માય ગોડ’ માતા નીના ઇવાન્સ બારીમાંથી જોઇ રહી હતી.. જ્યારે તેણી તેની પાસે આવી ત્યારે પુત્રએ જન્મદિવસને વિશેષ બનાવવા બદલ તેમનો આભાર માન્યો.
