Viral / માતાએ પોતાના જ દિકરા સાથે અશ્લિલ ડાન્સ કરતો વીડિયો કર્યો શેર, પછી જે થયુ…

સોશિયલ મીડિયામાં ફેમસ થવા અથવા લાઇક અને ફોલોવરર્સ વધારવાનાં ચક્કરમાં ઘણા લોકો તમામ હદો પાર કરી જતા હોય છે.


સોશિયલ મીડિયામાં ફેમસ થવા અથવા લાઇક અને ફોલોવરર્સ વધારવાનાં ચક્કરમાં ઘણા લોકો તમામ હદો પાર કરી જતા હોય છે. ઘણા દિવસોથી એક મહિલા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના દિકરા સાથે અશ્લીલ ડાન્સ અને એક્ટિંગ કરી રહી હતી. શરૂઆતમાં લોકોએ તેની અવગણના કરી, પરંતુ હવે દિલ્હી મહિલા આયોગ (DWC) એ આ મામલા પર પોતાનુ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. આ સાથે, દિલ્હી પોલીસ તરફથી મહિલા વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે.

બ્રેકીંગન્યૂઝ / શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને આજે કોર્ટમાં હાજર કરાશે, રાત્રે 11 વાગ્યાની આસપાસ ધરપકડ કરવામાં આવી હતી

સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા અને લાઇક, વ્યૂવર્સ અને ફોલોવર્સ વધારવા માટે તેે તમામ હરકતો કરવામાં આવી રહી છે, જે આપણા બાળકો માટેે યોગ્ય નથી. ઘણા લોકો એવી હરકતો કરે છે જે તેમને ન કરવી જોઈએ. દિલ્હીની એક મહિલાએ પણ આવું જ કંઈક કર્યું. મહિલા દિકરાની માતા છે. મહિલાએ બીજા કોઈ સાથે નહીં પરંતુ પોતાના દિકરા સાથે, વીડિયો બનાવવાનું શરૂ કર્યું. તે પણ આ પ્રકારનો ડાન્સ કે જે દિલ્હી મહિલા આયોગ (DWC) અને પોલીસ પણ જોઈને સ્તબ્ધ થઈ ગઇ હતી. માતાએ તેના 10-12 વર્ષનાં દિકરા સાથે એવો ડાન્સનો વીડિયો બનાવ્યો જે અશ્લીલ માનવામાં આવે છે. દિલ્હી મહિલા આયોગ આ અંગે હવે કડક વલણ અપનાવી રહ્યુ છે. અને તેણે કાર્યવાહીનો આદેશ આપ્યો છે. આ મહિલા દિલ્હીની હોવાનું જણાવાયું છે. મહિલા બહુ વૃદ્ધ નથી. આ મહિલા ઇન્સ્ટાગ્રામ પર ઘણી પ્રખ્યાત છે અને તેના 1.5 લાખથી વધુ ફોલોવર્સ છે.

લવ સ્ટોરી કા ધ એન્ડ / ફોન પર શરૂ થઇ હતી આમિર ખાન અને કિરણ રાવની લવ સ્ટોરી, આ રીતે આવ્યો અંત

થોડા સમય પહેલા મહિલાએ તેના ડાન્સ (પુત્ર સાથે ડાન્સ) નાં વીડિયો મૂકવાનું શરૂ કર્યું હતું. વીડિયો ખૂબ જ બોલ્ડ હતા. આમાં મહિલા પોતાના પુત્ર સાથે દેખાઇ હતી. દિકરાની ઉંમર માત્ર 10 થી 12 વર્ષ છે. કેટલાક વીડિયોમાં, મહિલા અશ્લીલ ડાન્સ કરતી અને તેના પોતાના 10-12 વર્ષનાં દિકરા સાથે અભિનય કરતી જોવા મળી રહી છે. ઘણા વીડિયો સામે આવ્યા પછી, દિલ્હી મહિલા આયોગે કહ્યું છે કે, “આ નાની ઉંમરે બાળકને મહિલાઓને ખોટી રીતે જોવાનું શીખવવામાં આવે છે, તે પણ તેની પોતાની માતા દ્વારા. આવા વિડિઓ બનાવીને બાળકને ખોટું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને માતા અને દિકરા વચ્ચેનાં પવિત્ર સંબંધોને પણ દૂષિત કરવામાં આવી રહ્યા છે.”

Khushi Kapoor Photos / બિકીની બાદ હવે રેડ સ્વિમસૂટ- લેધર પેન્ટમાં છવાઈ ખુશી કપૂર, વાયરલ થયા PHOTOS

દિલ્હી મહિલા આયોગનાં જણાવ્યા પ્રમાણે વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે નાના બાળકને અભિનય કરવા અને ગીતો પર ડાન્સ કરવામાં આવી રહ્યો છે. વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયો હતો, જેની હવે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. વીડિયો બનાવનારી મહિલાનાં ઇન્સ્ટાગ્રામ પર 1 લાખ 60 હજારથી વધુ ફોલોવર્સ છે. દિલ્હી મહિલા આયોગે પોતાની નોટિસ દ્વારા મહિલા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે અને બાળકનાં કાઉન્સલિંગ અને સમજાવવા અંગે પણ વાત કરી છે. આયોગ કહે છે કે, બાળકને યોગ્ય અને ખોટા વચ્ચેનાં તફાવતને સમજવાની અને તેની સલાહ આપવાની જરૂર છે. મહિલા આયોગનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલે જણાવ્યું હતું કે, “એક તરફ સોશિયલ મીડિયા તેમની કલા બતાવવા માટે એક સારું પ્લેટફોર્મ આપે છે, તો બીજી તરફ કેટલાક લોકો આજકાલ લોકપ્રિયતા મેળવવા માટે શરમની મર્યાદાને વટાવી રહ્યા છે.”


More Stories














Top Stories

















Photo Gallery

















Entertainment