- અમદાવાદ: ન્યુ ગોતામાં બાળકીના અપહરણનો પ્રયાસ
- 10 વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ
- બાળકીના અપહરણનો કરાયો પ્રયાસ
- બાળકી દુકાનમાં ઘૂસી જતાં બચી ગઈ
અમદાવાદ શહેરમાં દિનપ્રતિદિન હત્યા, બળાત્કાર, લૂંટ અને અપહરણ જેવી ગંભીર ઘટનાઓ ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે આવા ગુનાઓ ને ડામવામાં અમદાવાદ પોલીસ નિષ્ફળ સાબિત થઈ છે. શહેરના ન્યૂ ગોતામાં રવિવારે સવારે બે બાળકોના અપહરણના પ્રયાસની ઘટના બની હતી. બંને ઘટનામાં લોકો ભેગા થઇ જતા અપહરણકારોને સફળતા મળી ન હતી. જાણવા મળી રહ્યું છે કે, જયારે અપહરણકારો 10 વર્ષના છોકરાનું અપહરણ કરવા ગયા હતા ત્યારે અપહરણકારોના એક સભ્યને પડકીને લોકોએ ઢોર માર માર્યો હતો. તો બીજી બાજુ જયારે 10 વર્ષની છોકરીનું અપહરણ કરવાનો પ્રયાસ ઈકો ગાડીમાં આવેલા 2 માણસ ભાગી ગયા હતા. એક દિવસમાં 2 બાળકોના અપહરણના પ્રયાસની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આપને જણાવી દઈએ કે,ન્યૂ ગોતામાં આવેલા હનુમાન મંદિર પાસે આવેલી એક ટોળકીએ 10 વર્ષના છોકરાના અપહરણનો પ્રયાસ કર્યો હતો. જયારે અપહરણકારો છોકરાને ઉપાડીને લઇ જઈ રહ્યા હતા ત્યારે જ છોકરાએ જોર જોરથી બૂમો પાડી હતી. છોકરી બૂમો સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા અને તેની સ્થાનિક રહીશોએ ઢોર માર માર્યો હતો અને સોલા પોલીસને સોંપી દીધો હતો.
ન્યૂ ગોતાની એક સોસાયટીમાં રહેતી 10 વર્ષની છોકરી કોલ્ડડ્રિંક્સ લેવા બહાર નીકળી હતી. તે પાછી સોસાયટીમાં આવી રહી હતી, ત્યારે ગાડીમાં આવેલા 2 માણસોએ તેનો હાથ ખેંચી ગાડીમાં ઉપાડી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ છોકરીએ પ્રતિકાર કરીને બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ ગયા જતા બંને અપહરણકારો છોકરીને ત્યાં જ છોડી દઈ ભાગી ગયા હતા.
આ પણ વાંચો:દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,એક જ દિવસમાં નવા 9 હજારથી વધુ કેસ
આ પણ વાંચો:કેન્દ્રીય ગૃૃહમંત્રી અમિત શાહે સુપરસ્ટાર જુનિયર એનટીઆર સાથે કરી મુલાકાત,રાજકીય અટકળો શરૂ!
