Viral Video / પોપટ મોબાઇલ લઇને ઉડી ગયો, ચાલુ હતો કેમેરો અને પછી જે રેકોર્ડ થયુ, જુઓ વીડિયો

એક યુવકનો મોબાઇલ પોપટ લઇને આકાશમાં ઉડી ગયો, આ દરમિયાન તેનો કેમેરો ચાલુ રહી ગયો અને પછી જે દ્રશ્યો સામે આવ્યા તે ખરેખર તમારે જોવા જોઇએ.

એક યુવકનો મોબાઇલ પોપટ લઇને આકાશમાં ઉડી ગયો, આ દરમિયાન તેનો કેમેરો ચાલુ રહી ગયો અને પછી જે દ્રશ્યો સામે આવ્યા તે ખરેખર તમારે જોવા જોઇએ. જણાવી દઇએ કે, જો તમે સોશિયલ મીડિયાથી કનેક્ટ છો તો તમને ખબર જ હશે કે અહી ઘણીવાર એવા વીડિયો વાયરલ થઇ જાય છે જેને જોયા બાદ તમે તમારી આંખો પર ભરોસો નહી કરી શકો. આવો જ એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમા એક પક્ષી એક શખ્સનો મોબાઇલ લઇને ઉડી જાય અને તે બાદ સમગ્ર વિસ્તારનું દ્રશ્ય આ પક્ષી દ્વારા મોબાઇલમાં કેપ્ચર થઇ જાય છે.

આ પણ વાંચો – OMG! / લો બોલો!! ભારતનાં આ વિસ્તારમાં મજૂરોએ ટ્રેનને ધક્કો માર્યો

આપને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે, જેના લીધે વ્યક્તિ રાતોરાત સ્ટાર બની શકે છે. જો કે હાલનાં સમયમાં તો કોઈ વ્યક્તિ નહીં પરંતુ એક પક્ષી ચર્ચામાં આવી ગયુ છે. જણાવી દઇએ કે, હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો એક એવા પોપટનો છે, જે યુવક પાસેથી મોબાઇલ ફોન લઈને ઉડી જાય છે. મોબાઈલનો કેમેરો પણ ચાલુ હતો જેના લીધે જ્યારે પોપટ ઉડવા લાગ્યો હતો ત્યારે એક ખુબ જ સુંદર વિડીયો પણ તૈયાર થઈ ગયો. આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે એક પોપટ યુવકનો મોબાઈલ ફોન લઈને ઊડી જાય છે. તે યુવક પોપટની પાછળ ભાગે છે પરંતુ ત્યાં સુધીમાં તો તે તેમની પકડમાંથી દૂર નીકળી જાય છે. આ મોબાઈલનો કેમેરો ચાલુ હતો. મોબાઇલ લઇને આ પોપટ એક લાંબી ટ્રીપ પર નીકળી જાય છે અને તેમના દ્વારા બનાવવામાં આવેલ આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ટ્વીટર પર પોપટનો આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ૯ લાખથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે જ્યારે ૩૦ હજારથી વધારે લાઇક મળી ચૂકી છે. આ વીડિયોને જોયા બાદ ટ્વિટર પર ઘણા લોકો અલગ અલગ પ્રકારની પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યૂઝરે મજાકિયા અંદાજમાં લખ્યું છે કે, “આ પોપટ એક ફિલ્મ મેકર બની શકે છે, ટેલેન્ટેડ છે”. જોકે અમુક લોકો એવું પણ વિચારી રહ્યા છે કે આ વીડિયોને એડિટ કરવામાં આવેલ છે. અન્ય એક યૂઝરે પોતાની પ્રતિક્રિયા આપતાં લખ્યું છે કે, “આ વીડિયોને સૌથી સારા ભાગના વિશે જાણી શકાયું નહીં કે આખરે યુવકે પોતાનો ફોન કઈ રીતે આ પોપટ પાસેથી પરત લીધો”. એક અન્ય યુઝર તેમના પર પોતાની પ્રતિક્રિયા આપતા લખે છે કે, “કોને જરૂર છે ડ્રોનની ? જ્યારે આપણી પાસે ઇકોફ્રેન્ડલી પોપટ છે”. અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે, “તે ખૂબ જ સરળતાથી જમીનને કવર કરી શકે છે. આપણે પણ પાંખની જરૂરિયાત છે”.

https://twitter.com/fred035schultz/status/1430231941283041288?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1430231941283041288%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpanchatiyo.com%2Fmobile-phone-laine-udi-gayo%2F

આ પણ વાંચો – OMG! / છોકરીએ પિતાને હરાવવા એવી યુક્તિ કરી કે વીડિયો જોઈ પેટ પકડી હસશો

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પોપટની પાછળ ભાગી રહ્યો હોય છે, જે પોતાના પંજામાં તેમનો મોબાઈલ લઈને ઊડી ગયો હોય છે. જેમ જેમ વિડીયો આગળ વધે છે, પક્ષી લગભગ એક મિનિટ સુધી સંપૂર્ણ વિસ્તારમાં મનોરમ દ્રશ્ય મોબાઇલનાં કેમેરામાં કેદ કરી લે છે. ઘર, છત અને રસ્તા સહિત બધું જ મોબાઇલમાં કેદ થઇ જાય છે. બાદમાં એક બાલ્કનીની રેલીંગ પર પોપટ એક ક્ષણ માટે બેસી જાય છે પરંતુ લોકોનો અવાજ સાંભળીને તે ફરીથી ઉડી જાય છે. આ વીડિયો એક કારની ઉપર બેસેલ પોપટની સાથે સમાપ્ત થઈ જાય છે.


More Stories


Loading ...

Top Stories



Photo Gallery


Entertainment