સ્ટોક માર્કેટ/ શેરબજારમાં જોરદાર ઉછાળો,સેન્સેક્સ 57,600ની ઉપર ખૂલ્યો,નિફ્ટીએ 17200ની સપાટી

શેરબજારમાં આજે સારી તેજી જોવા મળી રહી છે અને ગઈકાલે ફેડરલ રિઝર્વ (યુએસ ફેડ)ના નિર્ણયો બાદ SGX નિફ્ટીમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે

Top Stories Business

શેરબજારમાં આજે સારી તેજી જોવા મળી રહી છે અને ગઈકાલે ફેડરલ રિઝર્વ (યુએસ ફેડ)ના નિર્ણયો બાદ SGX નિફ્ટીમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારોના સારા સંકેતોના આધારે સ્થાનિક શેરબજાર જોરદાર ઉછાળા સાથે ખુલ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી ઊંચા સ્તરે કારોબાર કરી રહ્યા છે.આજના કારોબારની શરૂઆત જોરદાર વેગથી થઈ છે અને સેન્સેક્સ 800 પોઈન્ટના ઉછાળા સાથે 57,620 ના સ્તર પર ખુલ્યો છે, નિફ્ટી 17,200 ને પાર કરીને બજાર ખોલવામાં સફળ રહ્યો છે.

બેંક નિફ્ટીમાં મજબૂત વધારો
બેન્ક નિફ્ટી આજે જોરદાર બાઉન્સ સાથે ટ્રેડ થઈ રહી છે અને બેન્ક નિફ્ટીના તમામ 12 શેર લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. બેન્ક નિફ્ટી લગભગ 700 પોઈન્ટ એટલે કે 2 ટકાના ઉછાળા સાથે 36,445ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે અને ઉપરના સ્તરે સતત સપોર્ટ લઈ રહ્યો છે.

સેક્ટરલ ઇન્ડેક્સની ચાલ
બજારના સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો તમામ ઈન્ડેક્સ તેજીના લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. નાણાકીય શેરોમાં 2 ટકાનો સૌથી મોટો વધારો જોવા મળી રહ્યો છે અને તે વધી રહ્યો છે. આજે બેંકિંગ શેરોમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. પીએસયુ બેંક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ અને ગેસ શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે