ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બન્યા છે ,છેલ્લી મિનિટ સુધી નીતિનભાઇનો નામ સૈાથી આગળ હતા અને છેલ્લી ઘડીએ ફરી એકવાર તેમનું પતું કપાઇ ગયું છે રેસમાં સૈાથી આગળ હોય છે અને છેલ્લી ઘડીએ તેમનું પતું કપાય છે.આ પરંપરા તેમમે જાળી રાખી છે.
ગુજરાતમાં અગાઉ પણ બે વખત મુખ્યમંત્રી પદની રેસમાં નીતિન પટેલનું નામ ઝળક્યું છે. પરંતુ નીતિનભાઈ માટે મોઢા સુધી આવેલો કોળીયો જાણે છીનવાઈ ગયાનો ઘાટ સર્જાયો છે. વર્ષ 2016 માં, નીતિનભાઈનું નામ ખૂબ જ ઉત્સાહભેર CM પદની રેસમાં લેવામાં આવી રહ્યું હતું. તેમણે ઇન્ટરવ્યુ આપવાનું પણ શરૂ કર્યું, પરંતુ સાંજ સુધીમાં તેમની મંશા ઉપર પાણી ફરી વળ્યું હતું. જ્યારે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી, ત્યારે નામ બીજા કોઈનું જ નામ જાહેર કરવામાં આવ્યું હતું.આ વખતે પણ તેમની ઉમ્મીદ બર આવી ન હતી.
નવા મુખ્યમંત્રીના નામ પર ગુજરાતમાં ચર્ચાઓ શરૂ થઈ અને આ વખતે પણ નીતિન પટેલ રાજ્યના ટોચના પદ માટે અગ્રેસર હતા અને ફરીવાર તેમનું નામ રેસમાંથી બહાર આવી નીકળી ગયું છે. આવો જ એક પ્રસંગ લગભગ 5 વર્ષ પહેલા આવ્યો હતો જ્યારે આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદ છોડ્યું હતું, ત્યારે પણ નીતિનભાઈનું નામ CM પદની રેસમાં ચર્ચામાં હતું. પરંતુ મુખ્યમંત્રી પદનો તાજ વિજયભાઈ રૂપાણીના માથે પહેરાવવામાં આવ્યો હતો.
1 ઓગસ્ટ 2016 ના રોજ, આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી અને 4 ઓગસ્ટના રોજ પદ પરથી રાજીનામું આપ્યું, ત્યારબાદ રાજ્યના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે ભારતીય જનતા પાર્ટીમાં બેઠકોનો રાઉન્ડ શરૂ થયો. અને નીતિન પટેલનું નામ પણ રાજકીય વર્તુળોમાં ચર્ચામાં આવ્યું હતું.અને અંતે તેોમની આશા ઠગારી નીવડી હતી.
આજે ફરીવાર પાર્લામેન્ટની બેઠકમાં નીતિન પટેલુનં નામ અગ્રેસર હતું અને ફરીવાર તેમનું પતું કપાઇ ગયું છે, હવે આગામી સમયમાં ભાજપ તેમને કઇ જવાબદારી સોપશે તે પણ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
