Bollywood / સલમાન ખાનના નવા ગીત ‘ડાન્સ વિથ મી’નું ટીઝર રિલીઝ થયું , જોઈલો તમે પણ….

સલમાનના પ્રોજેક્ટની વાત કરીએ તો આ સલમાન ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળવાનો છે. તેણે હાલમાં જ તેની નવી ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સિક્વલની જાહેરાત કરી હતી


બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાને પોતાના ફેન્સને સરપ્રાઈઝ આપી છે. તમને જણાવી દઈએ કે સલમાને તેના નવા ગીત ‘ડાન્સ વિથ મી’નું ટીઝર રિલીઝ કર્યું છે. જેને જોયા બાદ ચાહકો તેના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગીતનું ટીઝર શેર કરતા સલમાને લખ્યું, “ડાન્સ વિથ મી હમ સંગ નચલે” આ ગીત આવતીકાલે રિલીઝ થઈ રહ્યું છે.  

ટીઝરમાં સલમાન ખાન તેના બ્રેસલેટ અને સ્વેગને ફ્લોન્ટ કરતો જોવા મળે છે. આ ગીત સલમાન ખાને ગાયું છે જ્યારે સાજિદ-વાજિદે તેને કમ્પોઝ કર્યું છે. ગીતના ટીઝરમાં સલમાન હંમેશની જેમ જ સ્ટાઇલિશ લાગી રહ્યો છે.

આ  પણ વાંચો:ફરિયાદ / મહેશ માંજરેકર વિરૂદ્વ મુંબઇ કોર્ટમાં ફરિયાદ,જાણો સમગ્ર મામલો…

તાજેતરમાં જ નવું ગીત ‘મેં ચલા’ રિલીઝ થયું હતું. આ ગીત દ્વારા તેણે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે વિડિયોમાં સલમાન ભાઈ સાથેનું કોઈપણ ગીત થોડા જ કલાકોમાં હજારો વ્યુ મેળવી શકે છે. ગીતમાં સલમાન સાથે પ્રજ્ઞા જયસ્વાલ છે. બંનેની જોડી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

આ ગીતમાં સલમાન ખાન લાંબા વાળમાં જોવા મળ્યો હતો. સલમાન ખાનના આ નવા ગીતે ધૂમ મચાવી દીધી છે, તમને જણાવી દઈએ કે આ ગીત ગાયક ગુરુ રંધાવાએ ગાયું છે. સાથે જ આ ગીતમાં યૂલિયા વંતુર પણ જોવા મળી રહી છે.

સલમાનના પ્રોજેક્ટની વાત કરીએ તો આ સલમાન ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળવાનો છે. તેણે હાલમાં જ તેની નવી ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સિક્વલની જાહેરાત કરી હતી. સલમાને કહ્યું હતું કે તે ટૂંક સમયમાં તેનું શૂટિંગ શરૂ કરશે. આ સિવાય સલમાન ટાઈગર 3માં કેટરિના કૈફ સાથે જોવા મળશે.

આ પણ વાંચો;-boss-15-winner / Bigg Boss 15ના વિજેતાનું નામ લીક, આ સ્પર્ધકના માથે પહેરાશે વિજયનો તાજ!


More Stories














Top Stories


















Photo Gallery

















Entertainment