Court/ બાળકીને જાહેરમાં તરછોડી દેનારા બે આરોપીઓના પુરાવાના અભાવના લીધે મળ્યા જામીન

ફતેહવાડી વિસ્તારમાંથી નવજાત બાળકી મળી આવી હતી. જે મામલે વેજલપુર પોલીસે અજાણ્યા ઈસમોની સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરતા બે શખ્સોની પોલીસે ધરપકડ કરીને મેટ્રોકોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટમાં પોલીસે રિમાન્ડની માંગણી ન કરતા આરોપીઓએ જામીન અરજી મૂકી હતી. જે જામીન અરજી ઉપર સુનવણી હાથ ધરાતા બચાવ પક્ષના વકીલ સલીમ સૈયદે કોર્ટમાં દલીલો કરતા કોર્ટે […]

Ahmedabad Gujarat

ફતેહવાડી વિસ્તારમાંથી નવજાત બાળકી મળી આવી હતી. જે મામલે વેજલપુર પોલીસે અજાણ્યા ઈસમોની સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરતા બે શખ્સોની પોલીસે ધરપકડ કરીને મેટ્રોકોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટમાં પોલીસે રિમાન્ડની માંગણી ન કરતા આરોપીઓએ જામીન અરજી મૂકી હતી. જે જામીન અરજી ઉપર સુનવણી હાથ ધરાતા બચાવ પક્ષના વકીલ સલીમ સૈયદે કોર્ટમાં દલીલો કરતા કોર્ટે તેમની દલીલોને માન્ય રાખીને બંને આરોપીઓની જામીન અરજીને પુરાવાના અભાવને કારણે મંજુર કરી હતી.

ઉલ્લેખનીય છે કે , ફતેવાડી કેનાલ પાસે મળેલી બાળકીના કેસમાં પોલીસે બાળકીને મૂકી જનારા લોડિંગ રિક્ષાચાલક સરફુદ્દીન મનસૂરી (ઉં.33)ની ધરપકડ કરી હતી. સરફુદ્દીને ઓળખ છુપાવી અમરાઈવાડીની જયશ્રી નામની યુવતી સાથે સંબંધ બાંધ્યો હતો, પરંતુ જયશ્રીને સાચી ઓળખ જણાવતાં તેમણે બાળકીને ત્યજી દેવાનો નિર્ણય કર્યો હતો.

જ્યારે વેજલપુરની અપેક્ષા સોસાયટી પાસેથી મળેલી બાળકીના કેસમાં પોલીસ 50 સીસીટીવી તપાસી વટવાના જાનિયાપીરના ટેકરામાં રહેતી સંગીતા ભીલ સુધી પહોંચી હતી. પૂછપરછમાં બાળકી તેમની નણંદ કુસુમ ભીલ (વ્રજનગરી, આનંદનગર)ની હોવાનું જાણવા મળ્યું હતું. કુસુમની પૂછપરછમાં જાણવા મળ્યું કે તે એક વર્ષથી પિયરમાં છે અને બાળકી તેની અને તેના પ્રેમી ચેતન કોળીથી જન્મી હતી. પોલીસે બંને કેસમાં જયશ્રી, સરફુદ્દીન, કુસુમ અને ચેતન કોળીની ધરપકડ કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ