Gujarat election 2022/ ગુજરાત વિધાનસભાની આ 47 બેઠકો જ્યાં પરિવર્તન નહીં પુનરાવર્તન જ છે સૂત્ર

ગુજરાત વિધાનસભાની 47 બેઠકો એવી છે જ્યાં મતદારોનો મિજાજ પરિવર્તનનો નહી પણ પુનરાવર્તનનો છે. લગભગ ત્રણ દાયકાથી રાજકીય પક્ષો પર આ બેઠકોનો કબ્જો છે. આનો અર્થ એમ કરી શકાય કે મતદારોએ એક જ પક્ષમાં વિશ્વાસ દાખવ્યો છે.

Top Stories Gujarat

Gujarat assemblyની 47 બેઠકો એવી છે જ્યાં મતદારોનો (Voter) મિજાજ પરિવર્તન (Change)નો નહી પણ પુનરાવર્તન (Repeat)નો છે. લગભગ ત્રણ દાયકાથી રાજકીય પક્ષો (Political party) પર આ બેઠકોનો કબ્જો છે. આનો અર્થ એમ કરી શકાય કે મતદારોએ એક જ પક્ષમાં વિશ્વાસ દાખવ્યો છે. આમાથી 20 બેઠકો કોંગ્રેસની (Congress) છે અને કેમ ન હોય તે વર્ષો જૂની પાર્ટી છે અને જૂની જોગી છે. જ્યારે ભાજપની (BJP) 27 બેઠકો છે.

રાજ્યની વિસનગર, એલિસબ્રિજ, મહેસાણા, ઇડર, રાજકોટ-પશ્ચિમ, નરોડા, મણિનગર, સાબરમતી, વઢવાણ, રાજકોટ દક્ષિણ, અસારવા, નવસારી, વડોદરા શહેર, રાજકોટ ગ્રામ્ય, ગણદેવી, સયાજીગંજ, અંકલેશ્વર, ઓલપાડ, સુરત-ઉત્તર, કેશોદ, મહુઆ, બોટાદ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, જલાલપોર, નડિયાદ, કલોલ, વલસાડ બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકોને ભાજપનો ગઢ માનવામાં આવે છે. કોઈપણ સંજોગોમાં ભાજપનો આ 27 બેઠક પર વિજય નિશ્ચિત મનાય છે.

ભાજપ રાજ્યમાં ભલે 27 વર્ષથી સત્તા પર હોય પરંતુ આટલા સમયગાળા દરમિયાન પણ કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો પર જીતી શક્યું નથી તે હકીકત છે. આ વખતે પણ નહી જીતે તેમ મનાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આ 20 બેઠકો પર કોંગ્રેસનો વિજય પહેલેથી જ નિશ્ચિત મનાય છે. આ બેઠકોમાં બોરસદ,વ્યારા, મહુધા,દાંતા, કપરાડા, વાસંદા, ભિલોડા અને વડગામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દરિયાપુર અને ખેડબ્રહ્મા પણ ખરા. આ પહેલા જસદણની બેઠક કોંગ્રેસની જ મનાતી હતી, પરંતુ કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા પછી આ બેઠક તેમની રહી નથી. કોંગ્રેસને આદિવાસી પટ્ટાનો જબરજસ્ત ટેકો છે અને તેના લીધે કોંગ્રેસ દર વખતે 45 બેઠકો સુધી તો સરળતાથી પહોંચી જાય છે.

આ પણ વાંચો

રાજકોટની દક્ષિણ બેઠક- ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા પણ મેદાનમાં

 ગુજરાતમાં એન્ટિ ઇન્કમ્બન્સી નહી પણ વિકાસની લહેરઃ સી આર પાટિલ