કાનપુરનાં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને ન્યૂઝીલેન્ડ (IND Vs NZ) વચ્ચેની ટેસ્ટ મેચનાં બીજા દિવસે શ્રેયસ અય્યરે સદી ફટકારી હતી. પોતાની ડેબ્યૂ ટેસ્ટ રમી રહેલા અય્યરે જે રીતે દબાણમાં બેટિંગ કરી તેના વખાણ થઈ રહ્યા છે. અય્યરની સદી પર કેપ્ટન વિરાટે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. વિરાટને પ્રથમ ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો છે અને તે આવતા મહિને મુંબઈ ટેસ્ટથી ટીમમાં વાપસી કરશે. વિરાટની જગ્યાએ શ્રેયસ અય્યરને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી છે.
આ પણ વાંચો – Cricket / ઓસ્ટ્રેલિયાનાં ટેસ્ટ કેપ્ટન તરીકે પેટ કમિન્સનું નામ થયુ Final, આ ખેલાડી બનશે વાઇસ કેપ્ટન
ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ અને ODI કેપ્ટન વિરાટ કોહલી ભલે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કાનપુર ટેસ્ટ નહીં રમી રહ્યો, પરંતુ તેની નજર આ મેચ પર જરૂર છે. કાનપુરનાં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ ટેસ્ટ મેચનાં બીજા દિવસે શ્રેયસ અય્યરે સદી ફટકારી હતી. પોતાની ડેબ્યૂ ટેસ્ટ રમી રહેલા અય્યરે જે રીતે દબાણમાં બેટિંગ કરી તેના વખાણ બધે જ થઈ રહ્યા છે. અય્યરની સદી પર કેપ્ટન વિરાટે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. વિરાટને પ્રથમ ટેસ્ટમાંથી આરામ આપવામાં આવ્યો છે અને તે આવતા મહિને મુંબઈ ટેસ્ટથી ટીમમાં વાપસી કરશે. વિરાટની જગ્યાએ શ્રેયસ અય્યરને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી છે. અય્યરે ટેસ્ટ ટીમમાં મળેલી આ તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો છે. અય્યરે 171 બોલમાં 105 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 13 ચોક્કા અને બે છક્કા આવ્યા હતા. અય્યરની ઈનિંગને લઈને વિરાટે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાનો ફોટો શેર કર્યો અને લખ્યું, ‘તમે શાનદાર રીતે રમ્યા અને ટેસ્ટ ડેબ્યૂમાં તમારી સદી માટે તમને અભિનંદન.’

આ પણ વાંચો – IND Vs NZ / ચહરે ગુસ્સામાં એમ્પાયર સામે કરી આ શરમજનક હરકત, જુઓ Video
અય્યર છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયા માટે મર્યાદિત ઓવરનાં ફોર્મેટમાં રમી રહ્યો છે, પરંતુ તેને પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટ રમવાની તક મળી છે. અય્યર જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે ભારતે 106 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. તેણે કેપ્ટન અજિંક્ય રહાણે સાથે મળીને ઈનિંગ્સને 145 રન સુધી પહોંચાડી હતી. રહાણેનાં આઉટ થયા બાદ ઐયરે રવિન્દ્ર જાડેજા સાથે મળીને ભારતનો સ્કોર 280ની પાર પહોંચાડ્યો હતો. અય્યરની ઇનિંગ્સનાં આધારે ભારત 300થી વધુ રન બનાવી શક્યું હતું. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં કુલ 345 રન બનાવ્યા હતા. અય્યર ઉપરાંત શુભમન ગિલ અને રવિન્દ્ર જાડેજાએ બેટ વડે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને ફિફ્ટી ફટકારી હતી.
