ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI) આકર્ષનારા રાજ્યોની યાદીમાં ટોચના સ્થાને રહેવાના એક વર્ષ બાદ ગુજરાત છઠ્ઠા સ્થાને સરકી ગયું છે.ગુજરાતમાં વિદેશી રોકાણ મામલે પછડાટ જોવા મળી રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)ના તાજેતરના ડેટા અનુસાર FDI આકર્ષવામાં કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ અને હરિયાણા પછી ગુજરાત છઠ્ઠા ક્રમે છે. નાણાકીય વર્ષ 2021-22માં ગુજરાત માત્ર રૂ. 20,169 કરોડનું વિદેશી રોકાણ આકર્ષવામાં સફળ રહ્યું હતું. ઉદ્યોગ નિષ્ણાતો કહે છે કે 2021-22માં રાજકીય પ્રણાલીમાં ફેરફાર અને આગામી વિધાનસભાની ચૂંટણીઓ છતાં રોકાણકારો ગુજરાતને સ્થિર નીતિઓ ધરાવતા રાજ્ય તરીકે જુએ છે.
શિક્ષણ વિભાગ/ જમ્મુ-કાશ્મીરમાં આ જમાત સંચાલિત 300 શાળાઓને બંધ કરવાનો આદેશ
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવતા ડીપીઆઈઆઈટીના ડેટા મુજબ, વિદેશી રોકાણ આકર્ષવામાં ગુજરાતનું પ્રદર્શન આઠ ગણું ઘટ્યું છે. 2020-21માં ગુજરાતમાં રૂ. 1,62,830 કરોડનું વિદેશી રોકાણ આવ્યું હતું. અહેવાલ મુજબ, કર્ણાટક વર્ષ 2021-22 માટે 1,62,830 કરોડ રૂપિયા સાથે FDI યાદીમાં ટોચ પર છે. આ પછી 1,14,964 કરોડ રૂપિયા સાથે મહારાષ્ટ્ર બીજા નંબર પર છે. આ જ સમયગાળા દરમિયાન દિલ્હીમાં રૂ. 60,000 કરોડનું FDI આવ્યું હતું. બીજી તરફ, તમિલનાડુ રૂ. 22,396 કરોડ અને હરિયાણા રૂ. 20,971 કરોડ ક્રમે છે.ટોચના છ રાજ્યોમાં માત્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ FDI ના પ્રવાહમાં ઘટાડો જોવા મળ્યો હતો. અન્ય તમામ રાજ્યોમાં કર્ણાટકમાં 187 ટકા, દિલ્હીમાં 50 ટકા, તમિલનાડુમાં 30 ટકા અને હરિયાણામાં 67 ટકા વૃદ્ધિ નોંધાઈ છે.
મહારાષ્ટ્ર/ મુંબઇમાં શરૂ થશે આ સેવા,ગ્રાહકોને મળશે મોટી રાહત,જાણો
ટોચના છ રાજ્યોમાં માત્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ FDI ના પ્રવાહમાં ઘટાડો જોવા મળ્યો હતો. કન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) ગુજરાતના અધ્યક્ષ અને અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડના એમડી આનંદ દેસાઈએ જણાવ્યું હતું કે અન્ય તમામ રાજ્યોમાં કર્ણાટકમાં 187 ટકા, દિલ્હીમાં 50 ટકા, તમિલનાડુમાં 30 ટકા અને હરિયાણામાં 67 ટકા વૃદ્ધિ નોંધાઈ છે.
ગુજરાતમાં ઘણું રોકાણ સ્થાનિક છે. તેથી જો તમે કુલ રોકાણને ધ્યાનમાં લો, તો ગુજરાત ઘણું સારું કરી રહ્યું છે, પરંતુ તેની FDI પર નિર્ભરતા અન્ય રાજ્યોની સરખામણીએ પ્રમાણમાં ઓછી છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે તે બહુ આકર્ષક રાજ્ય રહ્યું નથી. ઉદાહરણ તરીકે, ભારતમાં જાપાનનું રોકાણ મોટાભાગે ગુડગાંવમાં ગયું હતું. જ્યારે ચીનનું રોકાણ મોટાપાયે ચીનમાં આવ્યું.
