જૂથ અથડામણ / અમરાઈવાડીમાં બેસણામાં બેસવા બાબતે પથ્થરમારો, ત્રણ ઈજાગ્રસ્ત

અમરાઈવાડી વિસ્તારમાં બેસણામાં બેસવા જેવી સામાન્ય બાબતમાં બે જૂથ સામ સામે આવી જતા જોત જોતામાં તેમની વચ્ચે પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને નજીકના હોસ્પ્ટિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સ્થાનિક પોલીસને મેસેજ મળતા તેઓ ઘટનાસ્થળ ઉપર દોડી જઈને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.

અમરાઈવાડી વિસ્તારના જોગેશ્વરી પાસે આ ઘટના બની હતી. તોફાની તત્વોએ ત્રણ જેટલા મકાનોમાં તોડફોડ પણ કરી હતી. જયારે પાંચ જેટલા વાહનોમાં તોડફોડ કરાઈ હતી.સમગ્ર જૂથ અથડામણમાં ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. બંને જૂથ વચ્ચે મામલો ઉગ્ર બની જતા સ્થાનિક પોલીસે તાત્કાલિક પરિસ્થતિને કાબુમાં લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Reporter Name: RIZWAN SHAIKH

More Stories


Loading ...

Top Stories


Photo Gallery