દુર્ઘટના/ મોરબીના હળવદમાં ભારે વરસાદના લીધે દિવાલ ધરાશાયી થતા એક જ પરિવારના 3 લોકોના મોત

રાજ્યમાં મેઘરાજની ધમાકેદાર એન્ટ્રી થઇ છે,લોકો વરસાદનો આનંદ ઉઠાવી રહ્યા છે, ત્યારે અનેક જગ્યાએ ભારે વરસાદથી નુકશાનના સમાચાર સામે આવી રહ્યા છે,

Top Stories Gujarat

રાજ્યમાં મેઘરાજની ધમાકેદાર એન્ટ્રી થઇ છે,લોકો વરસાદનો આનંદ ઉઠાવી રહ્યા છે, ત્યારે અનેક જગ્યાએ ભારે વરસાદથી નુકશાનના સમાચાર સામે આવી રહ્યા છે, મોરબીના હળવદ તાલુકાના સુંદરીભવાની ગામમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. જેના કારણે દીવાલ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારના 3 લોકોના મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. જેમા બે સગાભાઈ તેમ જ પરિવારની એક મહિલા છે. આ ઘટનાથી વરસાદની ખુશીની વચ્ચે શોકનો માહોલ છવાઈ ગયો છે.

ઘટનાની જાણ થતા ગામના લોકો જમા થઈ ગયા હતા અને પરિવારની મદદ કરી હતી. ઘટના અંગે તંત્રને જાણ કરવામાં આવી હતી. તંત્રને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઇ હતી. ગ્રામજનોની મદદથી દટાયેલા લોકોને બહાર કઢાયા હતા અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાના પગલે સમગ્ર ગામમાં શોક માહોલ છવાઈ ગયો છે

આ પણ વાંચો  વરસાદ/ અમદાવાદમાં વીજળીના કડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી