Crime/ પશ્ચિમ બંગાળમાંથી હથિયારોના ઝખીરા સાથે ત્રણ ઝડપાયા

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી હથિયારો અને ગોળીઓ કબજે કરવામાં આવી હતી. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા, પોલીસ ટીમ અને સ્થાનિક પોલીસે રવિવારે મણિકચક પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંકીરટોલા ખાતે દરોડા પાડ્યા હતા અને ત્રણ ઈસમોની પોલીસ અધિકારીઓએ […]

India

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી હથિયારો અને ગોળીઓ કબજે કરવામાં આવી હતી. પોલીસે આ માહિતી આપી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા, પોલીસ ટીમ અને સ્થાનિક પોલીસે રવિવારે મણિકચક પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંકીરટોલા ખાતે દરોડા પાડ્યા હતા અને ત્રણ ઈસમોની પોલીસ અધિકારીઓએ ધરપકડ કરી હતી.પોલીસે 5 પિસ્તોલ અને 90 કારતુસ કબજે કર્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા લોકોમાંથી બે માલદાના રતુઆ વિસ્તારના છે જ્યારે ત્રીજી વ્યક્તિ બિહારના કટિહાર જિલ્લાની છે. બિહારના મુંગેરથી શસ્ત્રો અને કારતૂસની દાણચોરી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આરોપીઓ કાં તો ગુનાહિત પ્રવૃત્તિ માટે કાવતરું ઘડી રહ્યા હતા અથવા આગળ કોઈ અન્ય જગ્યાએ હથિયારોની દાણચોરી કરવા માંગતા હતા. તેમણે કહ્યું કે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…