Not Set/ માતાના મઢ વિસ્તારમાં આકાશી વીજળી પડતા 60 બકરાના કરુણ મોત, માલધારીનો આબાદ બચાવ

ગાજવીજ સાથે વરસી રહેલા વરસાદે કહેર મચાવ્યો છે. કચ્છમાં વીજળી પડતા એકસાથે 60 બકરાના મોત નીપજ્યા છે. અને દુખદ ઘટનાથી જીવદયા પ્રેમીઓમાં શોકની લાગણી પ્રસરી છે. 

Top Stories Gujarat Others

ગુજરાતના કચ્છ જીલ્લામાં વીજળી વેરણ બની છે. સવારથી છવાયેલા વરસાદી વાતાવરણે લોકોને ઠંડક આપી છે તો ગાજવીજ સાથે વરસી રહેલા વરસાદે કહેર મચાવ્યો છે. કચ્છમાં વીજળી પડતા એકસાથે 60 બકરાના મોત નીપજ્યા છે. અને દુખદ ઘટનાથી જીવદયા પ્રેમીઓમાં શોકની લાગણી પ્રસરી છે.

વિગતો અનુસાર માતાના મઢ વિસ્તારમાં વીજળી પડવાની ઘટના બની હતી. અને આ ઘટનામાં એક માલધારીના 60 જેટલા બકરાના મોત થયા હતા. જો કે આ ઘટનામાં માતાના મઢ સોઢા કેમ્પ ખાતે રહેતા લીલાજી હીરાજી સોઢા મમાલધારીનો આબાદ બચાવ થયો હતો.

એક સાથે આટલી મોટી સંખ્યામાં અબોલ અને મૂંગા પ્રાણીના મોત થતા જીવદયા પ્રેમી ઘટના સાથળે દોડી આવ્યા હતા. અને માલધારીને મદદરૂપ બનવા પ્રયત્ન કર્યા હતા. ઘટનાની જાણ ઉપ સરપંચને થતા તેમણે તાલુકા વિકાસ અધિકારીનું ધ્યાન દોર્યું હતું. એકસાથે મોટી સંખ્યામાં બકરાઓના મોત થતા માલધારી લીલાજી હીરાજી સોઢાને આર્થિક રીતે પણ ઘણું મોટું નુકસાન ગયું છે.

તો અન્ય એક ઘટનામાં કચ્છના જ ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં પણ વીજળી પડવાની ઘટના બની હતી જેમાં એક ભેંસનું મૃત્યુ નીપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા ખાતે મેઘરાજા મહેરબાન થયા છે. ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યોછે. ત્યારે મંદિરની ધજા ઉપર વીજળી પડી છે. અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જો કે આ ઘટના દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના સામે આવી નથી. કે નથી મંદિર કે ધજાને કોઈ નુકશાન થયું.

જો કે આ ઘટના દરમિયાન મંદિરની ધ્વજા ખંડિત થઈ છે. સંકટ સમયે જગતના નાથે દ્વારકાના નગરજનોની રક્ષા કરતા હોવાની માન્યતાને વધુ વેગ મળ્યો છે.