Accident/ હાલોલ-વડોદરા બાયપાસ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત બે યુવાનોના કરૂણ મોત

પંચમહાલ જિલ્લાના હાલોલ વડોદરા હાઈવે રોડ પર ટોલનાકા પાસે અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા હાલોલ તાલુકાના આનંદપુરા ગામના બે યુવાન મિત્રોના કમકમાટી ભર્યા મોત નિપજયા હતા.

Top Stories Gujarat Others

પંચમહાલ જિલ્લાના હાલોલ વડોદરા હાઈવે રોડ પર ટોલનાકા પાસે અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા હાલોલ તાલુકાના આનંદપુરા ગામના બે યુવાન મિત્રોના કમકમાટી ભર્યા મોત નિપજયા હતા. અકસ્માતની આ ઘટનામાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે બીજા યુવાનનું હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના આનંદપુરા ગામે રહેતા મનોજ નરવતભાઈ પરમાર ( ઉ.22 )તેમના મિત્ર અશ્વિન કનુભાઈ પરમાર (ઉ.28) આનંદપુરા ગામેથી બાઈક પર બેસીને હાલોલ વડોદરા હાઇવે રોડ પર રહીને હાલોલ તરફ આવતા હતા. દરમિયાન બપોરના સુમારે ટોલનાકા પાસે કોઈ અજાણ્યા વાહને તેઓની બાઈકને અચાનક ટક્કર મારતા બંને મિત્રો બાઈક સહિત રોડ પર પછડાતા આ બન્ને મિત્રો ગંભીર રીતે ઘવાયા હતા. જેમાં મનોજ નું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું. જયારે અશ્વિનને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માત જોઈ આસપાસ થી દોડી આવેલા લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અશ્વિનને સારવાર માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. અશ્વિનનું પણ કરૂણ મોત નીપજયું હતું.

બનાવ અંગેની જાણ થતા હાલોલ રૂરલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી. સ્થળ પર મરણ થયેલ મનોજના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો. જુવાનજોધ યુવાનોના ઓના મોતના પગલે આનંદપુરા ગામમાં માતમ છવાયો હતો.  મનોજ અને અશ્વિનના પરિવારજનો સહિત આનંદપુરા ગામના લોકો હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યારે બનાવ અંગે હાલોલ રૂરલ પોલીસ મથકે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…