વિશ્લેષણ / બે પૂર્વ વડાપ્રધાનોએ કોઈ નિર્ણય રોલબેક કર્યો નથી

ઇન્દિરા ગાંધીએ સાલિયાણા નાબૂદી કે બેન્કોના રાષ્ટ્રીયકરણ સામે વિરોધ છતાં તે નિર્ણય પરત ખેંચ્યો નથી.  મનમોહને અમેરિકા સાથે પરમાણુ કરાર અને એફડીઆઈ સત્તાના ભોગે પણ ચાલુ રાખ્યા હતા

૧૯મી નવેમ્બરે આ વખતે મહાપુરુષ મહામાનવ ગુરુનાનક દેવની જન્મજયંતિ હતી. આ એક જોગાનુજોગ હતો, અને તે દિવસે સવારે નવ વાગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એકાએક રાષ્ટ્રજોગ પ્રવચન કરીને પહેલા લોકોને ગુરૂનાનક જયંતિની શૂભેચ્છા પાઠવી અને ત્યારબાદ તેમણે તરત જ સાથીઓ વાળા સંબોધન સાથે ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરીને લોકોની માફી પણ માગી લીધી. સૌએ વડાપ્રધાનની આ જાહેરાતનું અર્થઘટન કર્યુ છે. જાણકારો કહે છે તે પ્રમાણે કોરોના કાળમાં ૩૩ ટકા વધારેલી એક્સાઈઝ ડ્યુટી પેટ્રોલ અને ડિઝલ પર ઘટાડી. આ તેમનું પહેલું રોલબેક હતું. જ્યારે ત્રણ કૃષિ કાયદાથી ખેડૂતો અતિ સમૃદ્ધ થઈ જવાના છે તેવી ખૂબ વાતો થતી હતી પરંતુ જગતાતના એક મોટા વર્ગનો વિરોધ કર્યો છે. એટલા માટે નહિ પરંતુ ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો ન પડે અને ઉત્તરપ્રદેશ તેમના હાથમાં સલામત રહે એટલા માટે આ ખેલ પાડ્યો છે તેમ કહી શકાય. પંજાબમાં લાભ મેળવવાનો પણ તેમનો ઈરાદો છે તેવું ઘણાએ કહ્યું છે. હવે ૧૯મી નવેમ્બરે ભારત પર બીજા સૌથી બે તબક્કે ૧૪ વર્ષ શાસન કરનાર ત્રીજા વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીનો જન્મ દિવસ હતો. સરકારી સ્તરે કોઈ તેમને અંજિલ આપવા પણ ગયું નથી. શક્તિ સ્થળની કોંગ્રેસી આગેવાનો સિવાય કોઈએ મુલાકાત લીધી નથી. જો કે ૨૦૧૫ બાદ પૂર્વ વડાપ્રધાનોને અંજિલ આપવાનો સીલસીલો લગભગ સમાપ્ત કરી દેવાયો છે. તેમાંય નહેરૂ ગાંધી પરિવારને તો મૃત્યુ બાદ પણ પ્રહારોનો લક્ષાંક બનાવી મૃતકનો મલાજો ન જાળવી ભારતીય સંસ્કૃતિનું અપમાન પણ કરી રહ્યા હોવાની ટકોર સોશિયલ મિડિયામાં ઘણા રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ કરી છે.


ઉત્તરપ્રદેશનાં એક અખબારમાં કૃષિ કાયદાઓ ઈંદિરાજીના જન્મ દિને પાછા ખેંચવાનાં અને લોકોની માફી માગવાના વડાપ્રધાનના વિધાનો અંગેના લેખમાં પૂર્વ સદ્દગત વડાપ્રધાન ઈંદિરા ગાંધીના કેટલાક નિર્ણયોને ટાંકવામાં આવ્યા છે. ઈંદિરા ગાંધીએ કોંગ્રેસનું વિભાજન કરાવ્યું, અંતરાત્માના અવાજ મુજબ કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નીલમ સંજીવ રેડીને હરાવી વી.વી. ગીરીને રાષ્ટ્રપતિ તરીકે જીતાડ્યા તે તેમની રાજકીય ચાલ હતી પરંતુ ત્યારબાદ ૧૪ જેટલી બેંકોનું રાષ્ટ્રીય કરણ કર્યુ અને રાજવીઓનાં સાલિયાણા નાબૂદ કર્યા. આ તેમના ક્રાંતિકારી નિર્ણયો હતા. આની સામે પણ વિરોધ થયેલો પણ આ વિરોધને ગણકાર્યો નહિ અને આ બેમાંથી એક પણ નિર્ણયમાં રોલબેક કર્યો નહોતો. ૧૯૭૫માં પોતાની ખૂરશી બચાવવા ઈંદિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે પણ તેમણે કહેલું કે તેમનું આ પગલું હંગામી સમય માટે છે કાયમી નથી. ૧૯૭૬માં જ અંતમાં કટોકટી ઉઠાવી લઈ ૧૯૭૭માં ચૂંટણી આપી. વટથી ચૂંટણી જંગના મેદાનમાં ઉતર્યા હતા. તેઓ પોતે અને તેમનો પક્ષ હારી ગયો હતો તે અલગ વાત છે. તેમણે કટોકટીના કારણે લોકોને તકલીફ પડી હોય તો માફી માગું છું તેમ કહ્યું હતું. પરંતુ કટોકટી જે-તે સમયે જરૂરી હતી.  તેમ પણ કહ્યું હતું. લોકોએ તેમની માફી સ્વીકારી ૧૯૮૦માં ફરી સત્તાના સૂત્રો સોંપ્યા.

Bhindranwale Distorted Guru Nanak's Teachings And The Congress Encouraged Him' | Outlook India Magazine

હવે આ સમય ગાળામાં પંજાબમાં ભીંદરાનવાલેના ગૃપ દ્વારા જે આતંકવાદ શરૂ/ કરાયેલો અને હિંસાની હોળી ખેલવામાં આવી હતી. તેને દબાવી દેવા-ખત્મ કરવા લશ્કરને પવિત્ર સુવર્ણ મંદિર સંકુલમાં મોકલ્યું હતું અને ત્યાં બ્લુ સ્ટાર ઓપરેશનના માધ્યમથી મોટું ઓપરેશન કરીને ભીંદરાનવાલે અને તેની આતંકવાદી ટોળકીને ખત્મ કરી હતી. જો કે આજ ટોળકીના સભ્યે અંગરક્ષક બની ઈંદિરાજીની હત્યા કરી હતી તે પણ હકિકત છે. તેમણે બ્લુસ્ટાર ઓપરેશન અંગે માફી તો ન માગી પરંતુ શીખ અંગરક્ષકને પણ હટાવ્યો અને આતંકવાદ સામે નમવા કરતાં શહીદ થવાનું પસંદ કર્યુ. ઈંદિરા ગાંધીએ પોતાના શાસન કાળમાં ઘણા આકરા નિર્ણયો લઈ અમલી બનાવ્યા હતા પરંતુ રોલબેક કર્યુ નહોતું તે પણ એક હકિકત છે. જ્યારે બીજી બાજુથી એક રાજકીય વિશ્ર્લેષક દ્વારા મનમોહનસિંહે યુપીએ-૧ વખતે લીધેલા અને અમલી બનાવેલા નિર્ણયની વાત કરી છે.

૨૦૦૪ની ચૂંટણીમાં કોંગ્રેસ ૧૪૧ બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી. ત્યારે યુપીએના અન્ય ઘટક પક્ષો અને ડાબેરીઓના ટેકાથી તેમણે સરકાર રચી હતી. સપા બસપા તેમની સાથે પણ નહોતા અને સામે પણ નહોતા. ડીએમકે તેમની સાથે હતો. ટૂંકમાં મનમોહનસિંહને બીજાના સહારે સરકાર ટકાવવાની હતી. આ સમયગાળામાં તેમણે ૨૦૦૭માં વૈશ્વિક મંદીની ભારત પર અસર ન થવા દીધી તે તેમની આર્થિક સિદ્ધી હતી પણ તેનું માર્કેટીંગ નહોતું કર્યુ અમેરિકા સાથે જે ‘પરમાણું ડીલ’ કર્યુ તે બાબત ડાબેરીઓને તો વાંધો હતો જ પરંતુ અન્ય ઘટક પક્ષોને પણ વાંધો હતો. આમ છતાં તેમણે આ કરાર કર્યો અને સપાના ટેકાથી સરકાર પણ બચાવી લીધી. ટૂંકમાં તેમણે આ નિર્ણયમાં રોલબેક કરવાને બદલે સંઘર્ષ પસંદ કર્યો. ૨૦૦૯માં કોંગ્રેસને ૨૦૦થી વધુ બેઠકો મળી ટીએમસી જેવા જોડાણના નવા મજબૂત ભાગીદાર મળ્યા. એનસીપી અને ડીએમકે તો સાથે હતાજ. એટલે બીજી કોઈ તકલીફ ન પડી. સરકાર રચી અને એફ.ડી.આઈ. બાબતમાં નિર્ણય લીધો ઘણા ક્ષેત્રમાં અમૂક ટકા વિદેશી રોકાણ એટલે કે એફ.ડી.આઈ.નો નિર્ણય લઈને તેમણે તેનો અમલ પણ કર્યો અને તેના કારણે ટીએમસીનો સાથ ગુમાવવાનો વારો આવ્યો છતાં નિર્ણય ન બદલ્યો એટલે કે રોલબેક ન કર્યુ. આ તેમના મજબૂત મનોબળનો પૂરાવો હતો.

બેકફૂટ 7 વર્ષમાં બીજીવાર બેકફૂટ પર આવી મોદી સરકાર, કૃષિ કાયદા
એકવાર નિર્ણય લઈ તેને રોલબેક કરવો તે પધ્ધતિ ખતરનાક છે. કૃષિ કાયદા અંગે હવે જેમ સમિતિ રચી તેમ પહેલા સમિતિ રચી ખેડૂતોના અને ખેતીને લગતા સાચા નિષ્ણાતોનો સંપર્ક સાધી કૃષિ ખરડો તૈયાર કર્યો હતો અને તેમાં વિપક્ષોએ જે ખેડૂત માટે જે લાભદાયી કહી શકાય તેવા જે સુધારા કર્યા સૂચવ્યા હતા તે સ્વીકારીને લોકસભામાં બહુમતી અને રાજ્યસભામાં ધ્વનિ મતથી આ સુધારા પસાર કર્યા હોત તો ‘ખેડૂત આંદોલન કર્તાનો ઉદ્દભવ પણ ન થયો હોત અને આ નિર્ણયને રોલ બેક કરવાનો પણ વારો આવ્યો ન હોત. હજી સીએએ સહિતના બે કાયદા સંસદના બંન્ને ગૃહોએ પસાર કર્યા પરંતુ તેનો અમલ શરૂ થઈ શક્યો નથી. જ્ઞાતિ પર આધારિત વસ્તિ ગણતરી બાબતમાં સાથી પક્ષોનો વિરોધ છે આ બધુ તો છે જ પણ સાથોસાથ મનમોહનસિંહે આધાર કાર્ડ અને fdi નો જે નિર્ણય લીધેલો તેમાં અતિરેક કરીને હાલની સરકારને અમલી બનાવવો પડ્યો છે તે પણ હકિકત છે. આ સોશિયલ મિડિયા અને અન્ય પ્રચાર માધ્યમોમાં ઘણા લોકો કહે છે કે નિર્ણય લઈ રોલબેક કરવાની પ્રથા બરાબર નથી.

કોરોનાની અસર / રાજ્યમાં સ્કૂલ વાન અને રીક્ષાનાં ભાડામાં ઝીંકાયો વધારો


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment