ગુજરાતમાં વિજ્ય રૂપાણીએ રાજીનામું આપી દેતાં રાજકારણમાં અચાનક યુ ર્ટન આવ્યો છે, તેમણે રાજીનામું આપતા રાજકારણમાં ભારે ચર્ચાનો દોર શરૂ થઇ ગયું છે. હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે તેની અટકળો તેજ થઇ છે.ગુજરાતના વિજ્ય રીપાણી પાંચમાં મુખ્યમંત્રી છે કે જે ચાર વર્ષની ટર્મ પરિપૂર્ણ કરી છે .
વિજય રૂપાણી 7 ઓગસ્ટના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર વર્ષ પૂરા કરશે. આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત ચાર વર્ષ પૂરા કરનારા તેઓ પાંચમાં મુખ્યમંત્રી બની જશે.1 મે 1960થી અત્યારસુધી ગુજરાતમાં કુલ 16 મુખ્યમંત્રીએ સત્તા ભોગવી છે . આ 16માંથી ચાર જ મુખ્યમંત્રી એવા છે જેઓ પોતાના કાર્યકાળના સતત ચાર વર્ષ પૂરા કરી શક્યા છે.
જયારે હિતેન્દ્ર દેસાઇ 3 એપ્રિલ 1967થી 12 મે 1971 (4 વર્ષ 1 મહિના 9 દિવસ), માધવસિંહ સોલંકી 7 જૂન 1980થી 10 માર્ચ 1985 ( 4 વર્ષ 9 મહિના 3 દિવસ), અમરસિંહ ચૌધરી 6 જુલાઇ 1985થી 9 ડિસેમ્બર 1989 (4 વર્ષ 5 મહિના 3 દિવસ), નરેન્દ્ર મોદી 22 ડિસેમ્બર 2002થી 22 મે 2014 (11 વર્ષ 5 મહિના) જ મુખ્યમંત્રીઓ છે જેમણે પોતાના કાર્યકાળના સતત ચાર વર્ષ પૂરા કર્યા છે.
આનંદીબહેન પટેલે 22 મે 2014થી 7 ઓગસ્ટ 2016 એમ કુલ 2 વર્ષ 77 દિવસ ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ સંભાળ્યો હતો. તેમના સ્થાને 7 ઓગસ્ટથી 2016થી વિજય રૂપાણી મુખ્યમંત્રી તરીકેની જવાબદારી અદા કરી રહ્યા છે.
