Interesting/ એક જ પ્લાનમાં NetFlix-Hotstar-Prime એક્સેસ મેળવવા માંગો છો? તો કરો માત્ર આ કામ

આજે એક એવો સમય છે કે જ્યારે માર્કેટમાં ઉભા રહેવા માટે અલગ અલગ કંપનીઓ પોતાના ગ્રાહકોને લોભામણી સ્કીમ આપી રહી છે. અને વધુને વધુ લોકો તેમની કંપની સાથે જોડાય તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

Tech & Auto
Nice Plan

આજે એક એવો સમય છે કે જ્યારે માર્કેટમાં ઉભા રહેવા માટે અલગ અલગ કંપનીઓ પોતાના ગ્રાહકોને લોભામણી સ્કીમ આપી રહી છે. અને વધુને વધુ લોકો તેમની કંપની સાથે જોડાય તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ મામલે રિલાયન્સ Jio નેક્સ્ટ લેવલ પર પહોંચી ગયુ છે.

આ પણ વાંચો – Technology / ગ્રૂપ બનાવ્યા વિના તમારા બધા મિત્રોને WhatsApp પર નવા વર્ષની શુભેચ્છાઓ આ રીતે મોકલો

આપને જણાવી દઇએ કે, રિલાયન્સ જિયો, એરટેલ અને Viએ ડિસેમ્બરમાં તેમના પ્રીપેડ પ્લાન મોંઘા કર્યા છે. આવી સ્થિતિમાં ગ્રાહકો માટે પોતાના માટે યોગ્ય પ્લાન પસંદ કરવાનું મુશ્કેલ બની રહ્યું છે. કેટલાક યુઝર્સને વધુ ડેટા સાથે OTT પ્લાનની સભ્યપદની પણ જરૂર હોય છે. આજે અમે તમને એક એવો જ પ્લાન જણાવવા જઈ રહ્યા છીએ, જેની કિંમત 400 રૂપિયાથી ઓછી છે અને તેમાં કોલિંગ અને ડેટાની સાથે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ અને હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન પણ મળશે. અમે અહીં જે પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ તેની કિંમત 399 રૂપિયા છે. એક વાત ધ્યાન રાખો કે આ એક પોસ્ટપેડ પ્લાન છે. ઘણા યુઝર્સ પોસ્ટપેડ પ્લાનને મોંઘો માને છે, પરંતુ અમે તમને અહીં જણાવીશું કે તે કેવી રીતે સસ્તું પ્લાન સાબિત થઈ શકે છે. સૌથી પહેલા તો જાણી લો કે આ પ્લાનમાં તમને કયા કયા ફાયદા મળવાના છે. જણાવી દઇએ કે, આ પ્લાનમાં તમને દર મહિને 75 GB ડેટા મળે છે. એટલે કે, જો તમે દરરોજ ઇચ્છો તો, તમે 2.5 GB ડેટાનો ઉપયોગ કરી શકો છો. 75 GB ડેટા ખતમ થયા બાદ પ્રતિ GB 10 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે. તે 200 GB સુધીનાં ડેટા રોલઓવરની સુવિધા પણ આપે છે. આ સાથે દરરોજ અનલિમિટેડ કોલિંગ અને 100 SMS આપવામાં આવે છે. અન્ય સુવિધાઓ વિશે વાત કરીએ તો, તમારી પાસે Netflix, Amazon Prime, Disney + Hotstar, JioTV, JioSecurity અને JioCloudની ઍક્સેસ પણ છે.

આ પણ વાંચો – Technology / દેશભરના કુલ 13 શહેરોને આગામી વર્ષે 5G હાઈસ્પીડ સાથે જોડી દેવાશે….

આપને જણાવી દઈએ કે, આ પ્લાન GST પછી 470 રૂપિયા પ્રતિ મહિનાનો છે. જો તમે Jio નો 2 GB પ્રતિ દિવસનો પ્લાન લો છો, તો 28 દિવસનાં પ્લાનની કિંમત 299 રૂપિયા થશે. એટલે કે પોસ્ટપેડ પ્લાન કરતાં 500MB ઓછા. એટલું જ નહીં, નેટફ્લિક્સ પ્લાનની કિંમત દર મહિને 149 રૂપિયા છે. આ રીતે, પ્રીપેડ યુઝર્સ માટે કુલ ખર્ચ 448 રૂપિયા થઈ જાય છે. તેવી જ રીતે, એક વર્ષ માટે Disney+ Hotstar ની કિંમત વાર્ષિક રૂ. 499 અને Amazon Primeની કિંમત રૂ. 1499 પ્રતિ વર્ષ છે. આ રીતે, Jio નાં પ્રીપેડ પ્લાન અને પોસ્ટપેડ પ્લાનમાં બહુ ફરક નથી.