ચૂંટણી પાંચ રાજ્યોમાં છે પણ સૌની નજર બંગાળ પર છે. એ જ બંગાળ જયાં મમતા બેનર્જીની મોદી-શાહની સામે સીધી ટક્કર છે. આ મમતાના રાજકીય અસ્તિત્વનો સવાલ છે. જયારે ભાજપે તેને પ્રતિષ્ઠાની ચૂંટણી બનાવી દીધી છે. બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાન સાથે ૨૦૨૧ની સૌથી મોટી રાજકીય લડાઇના અખાડામાં સૌથી મોટા યોદ્ધાઓમાં આરપારનો ખેલ શરૂ થઇ ગયો છે. બંગાળની ચૂંટણી રેસમાં સૌથી આગળ કોણ હશે ? ફીનીશીંગ લાઇનને સૌથી પહેલાં કોણ પાર કરશે? એક બે નહી આ રાજકીય રેસમાં ચહેરાઓ અનેક છે. પણ હાર અને જીતની લડાઇ સીધેસીધી ભાજપ અને ટીએમસીમાં છે. એટલે કે મમતા બેનર્જી અને તેની સામે મોદી-શાહની ટીમ. સૌથી પહેલાં બંગાળમાં દોડી રહેલી ટીમોને સમજો. પહેલી ટીમ મમતા બેનર્જી એટલે કે ટીએમસી બીજી ટીમ મોદી-શાહની એટલે કે ભાજપ ત્રીજી ટીમ લેફ્ટ-કોંગ્રેસ ગઠબંધન અને ચોથી ટીમ ઔવેસી એટલે આઇએમઆઇએમ. રાજકીય રેસમાં આ ટીમો પોતાનો પુરો દમખમ લગાવી રહી છે. પણ ચૂંટણીના મુદ્દાઓ શું છે તે ફેક્ટર પણ સમજી લો.

અત્યાર સુધી શાબ્દિક યુદ્ધમાં ઉપર જોવાયેલા મુદ્દાઓ બંગાળની ચૂંટણીમાં ગુંજી રહયા છે. પણ સૌથી મોટો મુદ્દો જયશ્રીરામનો નારો બની ગયો છે. ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને બંગાળમાં લગભગ ૪૦ ટકા વોટશેર મળ્યો છે.પણ ટીએમસીનો વોટશેર ૪૩ ટકા રહ્યો છે. આમ જોવા જઇએ તો વોટશેર અને બેઠકના મામલે ટીઅમેસી ભારે છે. ૨૦૧૬માં પણ ટીએમસીએ બંગળમાં ક્લિનસ્વિપ કર્યુ હતું. તે હિસાબથી ટીએમસી સૌથી આગળ છે. પણ ૨૦૨૧જો જંગ બિલકુલ અલગ છે. ચૂંટણી મેદાનમાં ઉતરેલી આ ટીમોમાં સૌથી પહેલા ટીઅમેસીની તાકાત જોઇએ તો

હવે ટીએમસી માટે આ જંગમાં એવા કયા ફેક્ટર છે જે તેની કમજોરી બની શકે છે. તે પણ જાણી લો

બંગાળમાં ટીએમસીની સીધી ટક્કર ભાજપ સાથે છે. જયાં મોદી અને અમીતશાહ સહિત ભાજપના મોટા નેતાઓની આખી ટીમ પ્રચાર કરી રહી છે. પાર્ટી પ્રેસીડેન્ટથી લઇને કેન્દ્રીય મંત્રી સુધી તમામ નેતાઓ બંગાળમાં રેલીઓ અને રોડ શો કરી રહયા છે. પણ તેમ છતાં ભાજપની ફેવરમાં શું છે તે જાણવું પણ જરૂરી છે.

આ મુદ્દાઓ તો ભાજપની ફેવરમાં છે જે બંગાળમાં કમળને ખીલવી શકે છે. પણ ભાજપની નબળાઇને પણ આ ગણીતમાં બાકાત કરાય તેમ નથી

બંગાળમાં આ વખતની લડાઇ આ બે પાર્ટીઓ વચ્ચે થશે. પણ જીત અને હારમાં મોટું ફેક્ટર સાબિત થઇ શકે છે બે કેરેક્ટર. એટલે કે ઓવેસી અને મુસ્લિમ ધર્મગુરૂ અબ્બાસ સિદ્દિકી. જો કે બંગાળમાં ઓવેસીની કેવી પકડ છે તેના કારણો જોઇએ તો,

આવૈસીની પાર્ટી બંગાળમાં ગેમ ચેન્જર તો ઠીક પણ હારજીતનું માધ્યમ બની શકે છે જો તેની નબળાઇ જોઇએ તો,

બંગાળના આ રાજકીયઅખાડામાં ઓવૈસીની સ્ટ્રેન્થ અને વીકનેશ જોઇ. હવે જરા પીરજાદાનું ફેક્ટર પણ સમજવા જેવું છે જે નવી પાર્ટી બનાવીને ટીઅમેસી અને ભાજપની સામે તાલ ઠોકી રહયા છે. અબ્બાસ પીરજાદાની પણ કેટલીક તાકાત છે તો સામે નબળાઇ પણ તેટલી જ છે. તેમનું પલ્લું કોની તરફ ઝુકશે તેની તો કોઇ જાણકારી નથી પણ મમતા દીદીના મતદારોમાં ગાબડુ પાડી દેશે તે વાત નકકી છે. હવે તમને બંગાળમાં કોંગ્રેસ અને લેફ્ટના ગઠબંધનની વાત કરીએ. કે જો કોંગ્રેસ આગળ વધે તો તેની તાકાત શુ છે તેના પર પણ નજર કરી લો,

સાથે બંગાળમાં કોંગ્રેસની કેટલીક નબળાઇ પણ છે જે કદાચ તેના માટે મુશ્કેલી સર્જી શકે છે.

બંગાળમાં ૭૦ ટકા હિન્દુ મતદારો છે. અને ૩૦ ટકા મતદારો મુસ્લિમ છે. પાછલી ચાર ચૂંટણીઓમાં મમતા દીદી હિન્દુ મુસ્લિમ મતદારોના નંબર જીતી હતી. પણ આ વખતે મુસ્લિમ મતદારોમાં ઓવેસી અને અબ્બાસની જોડી ગાબડુ પાડી શકે છે. જ્યારે હીન્દુ મતદારોમાં મોદી અને શાહની જોડી. આ લડાઇ માત્ર એક ચૂંટણીની નથી. બંગાળની આ રાજકીય લડાઇ નરેન્દ્ર મોદી અને અમિત શાહની પ્રતિષ્ટાની લડાઇ છે. બંગાળની આ લડાઇ મમતા બેનર્જી માટે અસ્તિત્વની લડાઇ છે. આ લડાઇ સિદ્ધાંતો અને પાર્ટીના વિચારોની લડાઇ છે. આ સીધા મુકાબલામાં જીત માટે પોત પોતાના દાવા છે.
