બળજબરી સંબંધ: સુપ્રીમ કોર્ટ સમીક્ષા કરશે કે શું પત્ની તેના પતિ પર બળાત્કારનો દાવો કરી શકે છે? એટલે કે શું પતિને પત્ની પર જબરદસ્તી (બળજબરી સંબંધ) કરવાનો અધિકાર છે? હાલના કાયદા મુજબ પત્ની તેના પતિ પર બળાત્કારનો દાવો કરી શકે નહીં. પુરુષને તેની પત્ની સાથે તેની ઈચ્છા મુજબ સંબંધ રાખવાનો અધિકાર છે. વૈવાહિક બળાત્કાર એટલે કે વિવાહિત જીવનમાં બળજબરીથી સંબંધ બાંધવો ગુનો માનવામાં આવતો નથી. અનેક મહિલા સંગઠનો વર્ષોથી તેને અપરાધની શ્રેણીમાં લાવવાની માંગ કરી રહ્યાં છે. હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
સુપ્રીમ કોર્ટે મંગળવારે કર્ણાટકના એક કેસમાં નોટિસ જારી કરીને રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. આ મામલામાં આગામી સુનાવણી 3 જુલાઈએ થશે. કર્ણાટકમાં એક પરિણીત વ્યક્તિ પર તેની પત્નીએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો, જેના પર ટ્રાયલ કોર્ટે આઈપીસીની કલમ 376 હેઠળ આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. આરોપીએ નીચલી કોર્ટના નિર્ણયને કર્ણાટક હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે આરોપીને તેની સામે નોંધાયેલા બળાત્કારના કેસનો સામનો કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
નીચલી કોર્ટમાં 29 મેથી ટ્રાયલની કાર્યવાહી શરૂ થશે. આ કેસ સામે પતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. પતિએ પોતાની અરજીમાં કહ્યું છે કે કાયદા મુજબ તેના પર બળાત્કારનો કેસ કરી શકાય નહીં. તેથી નીચલી અદાલતની કાર્યવાહી પર સ્ટે મુકવો જોઈએ. સુપ્રીમ કોર્ટે મંગળવારે નીચલી કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી ન હતી, પરંતુ અરજદારને નીચલી કોર્ટને જણાવવા કહ્યું હતું કે આ મામલાની સુનાવણી હવે સુપ્રીમ કોર્ટ કરી રહી છે. સુપ્રીમ કોર્ટ હવે આ કાયદાની સમીક્ષા કરશે.
આ પણ વાંચો: Sports/ LSG vs GT મેચમાં હાર્દિક પંડ્યાનો દીકરો પપ્પાને નહીં કરે સપોર્ટ, કૃણાલે શેર કરી તસવીર
