ગુજરાતમાં કોરોનાના કેસ દિનપ્રતિદિન વધતા જોવા મળી રહ્યા છે .લોકો માં સંક્રમણ નું પ્રમાણ દિવસેને દિવસે વધતું જોવા મળે ત્યારે આ વધતી જતા કેસને ધ્યાન માં લઇ ને હાલમાં રાજ્યમાં કોરોના વિસ્ફોટકને કારણે સ્થિતિ ચિંતાજનક છે. કોરોનાકાળમાં છેલ્લા ઘણા સમયથી સરકારી નોકરીઓ પર બ્રેક વાગી હતી. જે બાદ PSIની પેક્ટિકલ એક્ઝામ (PSI Exam) એપ્રિલ માસમાં રાખવામાં આવી હતી. પણ હવે કોરોના કેસો વધતાં PSIની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 22 એપ્રિલથી પરીક્ષા લેવાની હતી.
આ ઉપરાંત ગુજરાત યુનિવર્સીટી ની દ્વારા યોજાનાર પરીક્ષાઓ હાલ મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે આગામી રવિવારે માહિતી નિયામક વર્ગ-3 ની પરીક્ષા યોજાશે કે નહિ તે જોવાનું રહ્યું.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
