વિધાનસભાની ચૂંટણી/ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિદ્વુએ કેજરીવાલને ડિબેટ કરવાનો આપ્યો પડકાર…

અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ શનિવારે આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલને “રાજકીય પ્રવાસી” ગણાવ્યા હતા

Top Stories India

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ શનિવારે આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલને “રાજકીય પ્રવાસી” ગણાવ્યા અને કહ્યું કે તેઓ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી લડશે નહીં.  તેઓ ‘જૂઠા’ વચનો આપી રહ્યા છે .એક જાહેર સભાને સંબોધતા સિદ્ધુએ કેજરીવાલને રોજગારના મુદ્દે ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો અને દાવો કર્યો કે તેમણે દિલ્હીમાં આઠ લાખ નોકરીઓનું વચન આપ્યું હતું, પરંતુ માત્ર 440 નોકરીઓ આપી છે

કોંગ્રેસના નેતાએ કહ્યું, “પંજાબમાં ગમે ત્યાં આવો અને (મારી સાથે) બેસો. મને દિલ્હીમાં પણ બોલાવો. તમારા ઘરે બેસીશું, ટીવી ચેનલો પણ લાવશો. જો સિદ્ધુ હારી જશે તો  રાજકારણ છોડી દેશે..”

બીજી તરફ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ એક નવી મુશ્કેલીમાં ફસાયેલા દેખાઈ રહ્યા છે. નવજોત સિંહ સિદ્ધુ તરફથી પ્રેસ કોન્ફરન્સમાં અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવજોત સિંહ સિદ્ધુએ પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલનો જવાબ આપતાં ગાળો આપી હતી. સિદ્ધુનો અપશબ્દો બોલતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે