બોલિવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટેએ તેની કેરિયરમાં અત્યાર સુધીમાં કેટલીક યાદગાર ભૂમિકાઓ ભજવી છે. રાધિકા માત્ર તેના જોરદાર અભિનય માટે જ નહીં, પણ તેના બેબાક વલણનાં કારણે પણ જાણીતી છે.
રાધિકા ઘણીવાર પોતાના અંગત જીવન વિશે ખુલીને વાતો કરતી હોય છે. થોડા સમય પહેલા તેની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર લીક થઈ હતી જેમાં તે નગ્ન જોવા મળી હતી. આ વીડિયો ઘણી વાર્તાવાળી ફિલ્મ ‘મૈડલી’ ની એક વાર્તા ‘ક્લીન શેવન’ નાં એક સીનનો હતો જે વર્ષ 2016 માં રિલીઝ થિ હતી. હવે તેણે આ વીડિયો પર ખુલ્લામને વાત કરી છે. એક મેગેજિન સાથે વાત કરતા રાધિકાએ કહ્યું કે, ‘આ ઘટનાએ મને ખૂબ પ્રભાવિત કર્યો છે.’ તેણે કહ્યું, ‘જ્યારે હું ક્લીન શેવન માટે શૂટિંગ કરી રહી હતી ત્યારે મારી એક નગ્ન ક્લિપ બહાર આવી હતી. મને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી હતી અને તેની મને ખૂબ અસર થઈ હતી. હું 4 દિવસ ઘરની બહાર નીકળી શકી નહોતી, એટલે નહીં કે મીડિયા મારા વિશે શું કહેશે, પરંતુ મારા ડ્રાઈવર, ચોકીદાર અને સ્ટાઈલિશનાં ડાઇવર્સ મને તે વીડિયો ક્લિપ અને વાયરલ થયેલી તસવીરોથી ઓળખવાનું શરૂ કર્યું હતુ.’
રાધિકાએ કહ્યું કે વિવાદિત ફોટા ન્યુડ સેલ્ફિ હતી અને કોઈપણ સમજદાર માણસ સમજી શકે કે તે હું નથી. તે ફક્ત સમયનો બગાડ છે. તેથી જ્યારે મેં “પાર્ચ્ડ” માટે કપડાં ઉતાર્યા ત્યારે મને સમજાયું કે છુપાવવા માટે કંઈ નથી.’ રાધિકાએ ‘પાર્ચ્ડ’ નાં ન્યૂડ સીન વિશે કહ્યું હતું કે પાર્ચ્ડમાં ફરી એકવાર તે કરવું સહેલું નથી કારણ કે તે સમયે હું મારી બોડી ઈમેજ સાથે સંઘર્ષ કરી રહી હતી. સ્ક્રીન પર નગ્ન થવું થોડું ડરાવનું હતું. હવે હું તેને ક્યાંય પણ કરી શકું છું.’ રાધિકાએ વધુમાં જણાવ્યું હતું કે તેને તેના શરીર, આકાર અને કદ પર ગર્વ છે. તેમણે વધુમાં કહ્યું કે, આ ફિલ્મ ઘણી જગ્યાએ ગઈ જેના કારણે તેને વખાણ અને કામ મળ્યું. રાધિકાએ કહ્યું, ‘મને આવી ભૂમિકાની ખૂબ જ જરૂર હતી કારણ કે જ્યારે તમે બોલિવૂડમાં હોવ ત્યારે તમને સતત કહેવામાં આવે છે કે તમારે તમારા શરીર સાથે શું કરવું છે.’

