કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સરકાર પર ટોણો મારવાની એક પણ તક છોડવા માંગતા નથી. ઓગસ્ટનાં પ્રથમ દિવસે પણ તેમણે કેન્દ્રની મોદી સરકાર પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે વેક્સિનનાં અભાવને લઇને સરકાર પર હુમલો કર્યો છે.
આ પણ વાંચો – બેકાબુ મહામારી / સતત પાંચમાં દિવસે દેશમાં કોરોનાનાં કેસ 40 હજારને પાર, 541 દર્દીઓનાં થયા મોત
કોરોના મહામારીની ત્રીજી લહેરનાં ખતરા વચ્ચે દેશમાં વેક્સિનની અછત આજે પણ યથાવત છે, જેના કારણે વિપક્ષ સતત મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યુ છે. કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ ફરી એક વખત વેક્સિનનાં અભાવને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રવિવારે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, જુલાઈ મહિનો ગયો, પરંતુ વેક્સિનનનો અભાવ દૂર થયો નથી. આપને જણાવી દઈએ કે, આ ટ્વીટ સાથે રાહુલ ગાંધીએ તેમના જૂના ટ્વીટને ટાંક્યુ છે, જે તેમણે 2 જુલાઈએ કર્યું હતું. રાહુલ ગાંધીએ પોતાના જૂના ટ્વીટમાં કહ્યું હતું કે જુલાઈ આવી ગઈ છે, પરંતુ વેક્સિન આવી નથી.
जुलाई चला गया है, वैक्सीन की कमी नहीं गयी।#WhereAreVaccines https://t.co/0hGVAv78x4 pic.twitter.com/QKyHBMR6X4
— Rahul Gandhi (@RahulGandhi) August 1, 2021
આ પણ વાંચો – રાજકીય / CM રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે લોકસેવાનાં કાર્યોનું આયોજન : આજે 1 ઓગસ્ટે જ્ઞાન શક્તિ દિવસ
આપને જણાવી દઈએ કે, જુલાઈમાં કેન્દ્ર સરકારે વેક્સિનની અછતને દૂર કરવાની વાત કરી હતી. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે, જુલાઈનાં અંત સુધીમાં 50 કરોડ નાગરિકોને વેક્સિન આપવામાં આવશે, પરંતુ મંગળવારે સરકારે આ દાવાને ફગાવી દીધો છે. જો કે, સરકારે કહ્યું હતું કે, જુલાઈ સુધીમાં કુલ 51.60 કરોડ ડોઝ ચોક્કસપણે લાગુ કરવામાં આવશે. જો કે, જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો જાણવા મળે છે કે મે અને જૂનની સરખામણીમાં જુલાઈમાં રસીકરણની સંખ્યામાં વધારો થયો છે. જુલાઈમાં રેકોર્ડ 13 કરોડ રસી ડોઝ આપવામાં આવી છે.
