Political/ રાહુલ ગાંધીને ભારે પડી દિલ્હી દુષ્કર્મ પીડિતાની પોસ્ટ, ફેસબુક-ઈન્સ્ટાગ્રામે હટાવી

સગીર પર દુષ્કર્મ અને હત્યાનાં કેસને લઈને દિલ્હીમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પીડિત પરિવારને મળ્યા હતા…

Top Stories India
રાહુલ

સગીર પર દુષ્કર્મ અને હત્યાનાં કેસને લઈને દિલ્હી માં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પીડિત પરિવારને મળ્યા હતા અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમની સાથે સંબંધિત એક પોસ્ટ શેર કરી હતી. જે બાદ ટ્વિટરે કાર્યવાહી કરી અને તેમના એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો. જોકે, પીડિત પરિવાર તરફથી પત્ર મળ્યા બાદ રાહુલ ગાંધીનું એકાઉન્ટ ફરી શરૂ કરી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો – Political / મુંબઈમાં ભાજપની જનયાત્રામાં કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન, 7 પોલીસ સ્ટેશનોમાં FIR

હવે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામએ દિલ્હી દુષ્કર્મ પીડિતાનાં પરિવારની ઓળખ જાહેર કરતી કોંગ્રેસ નેતાની પોસ્ટ હટાવી દીધી છે. જણાવી દઇએ કે, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ (NCPCR) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તે પોસ્ટને હટાવવા માટે નોટિસ આપી હતી. અગાઉ ટ્વિટરે રાહુલ ગાંધીનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું અને તેને તેની નીતિઓનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. આ અંગે રાજકીય કોરિડોરમાં હંગામો થયો હતો. આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં રાહુલ ગાંધી દિલ્હી દુષ્કર્મ પીડિતાનાં પરિવાર સાથે જોવા મળી રહ્યા છે. વિપક્ષનાં નેતાઓ સહિત સામાજિક કાર્યકરોએ રાહુલની આ પોસ્ટનો સખત વિરોધ કર્યો હતો અને તેમની સામે કાર્યવાહીની માંગ કરી હતી. આ પછી ટ્વિટરે રાહુલ ગાંધીનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતુ. ટ્વિટરે કહ્યું કે, રાહુલ ગાંધીએ અમારા મંચની નીતિઓનું ઉલ્લંઘન કર્યું છે.

આ પણ વાંચો – સોશિયલ મીડિયા / શું રાહુલ ગાંધીએ છોડી દીધું ટ્વિટરનો ઉપયોગ કરવાનું, અનલોક બાદ નથી કરી એક પણ પોસ્ટ

કોંગ્રેસનાં નેતાઓએ ટ્વિટરની આ કાર્યવાહી સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. આ પછી, ટ્વિટરે કોંગ્રેસનાં ઘણા નેતાઓ સહિત પાર્ટીનાં સત્તાવાર ટ્વિટર એકાઉન્ટને પણ બ્લોક કરી દીધુ છે. વળી, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ (NCPCR) દ્વારા આપવામાં આવેલી નોટિસ બાદ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામએ પણ રાહુલ ગાંધીની આ પોસ્ટને હટાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, એનસીપીસીઆરએ ફેસબુક ઇન્ડિયા અને ઇન્સ્ટાગ્રામ પરથી રાહુલ ગાંધી વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો પણ માંગી હતી. આ સાથે, પંચે પોક્સો એક્ટની કલમ 23 હેઠળ નોટિસ મોકલી હતી. વળી, પંચે રાહુલ ગાંધી વિરુદ્ધ નવી દિલ્હીમાં FIR નોંધાવવાની  ફરિયાદ પણ આપી હતી.